ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંક, ભારતીય સેના અને CSC ઇ-ગવર્નન્સે પ્રોજેક્ટ નમન – એ ટ્રિબ્યુટ ટુ
વેટરન્સને 26 ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયન આર્મી વેટરન્સ (DIAV) સ્થળોને વિસ્તૃત કરવા માટેના MOUને રિન્યૂ કર્યો છે. પ્રોજેક્ટ
નમન આર્મી વેટરન્સ, તેમના પરિવારો અને નજીકના સગાઓને સહાય કરવા અને સેવાઓ પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યો
છે.
આ CSC કેન્દ્રોનું સંચાલન સેનાના નિવૃત્ત સૈનિકો અથવા તેમના પરિવારો અથવા નજીકના સગાઓ દ્વારા કરવામાં આવશે, જે
સંરક્ષણ સંસ્થાઓની અંદર જ તેમના ઘરઆંગણે પેન્શન સંબંધિત સેવાઓ, ગવર્નમેન્ટ ટુ સિટિઝન (જી2સી) સેવાઓ અને
બિઝનેસ ટુ કન્ઝ્યુમર (બી2સી) સેવાઓ આપશે.
HDFC બેંક લિમિટેડ (પરિવર્તન પ્રોગ્રામ હેઠળ), ભારતીય સેનાના ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયન આર્મી વેટરન્સ (DIAV) અને CSC
એકેડમી વચ્ચે ત્રિપક્ષીય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) રિન્યૂ કરવામાં આવ્યા હતા.
આ MOU પર એચડીએફસી બેંકના વૈકલ્પિક બેંકિંગ ચેનલ્સ એન્ડ પાર્ટનરશિપ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ
હેડ શ્રી સત્યેન મોદી, CSC એકેડમીના CEO શ્રી પ્રવિણ ચાંડેકર અને ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયન આર્મી વેટરન્સના બ્રિગેડિયરે
એચડીએફસી બેંકના ગ્રૂપ હેડ શ્રીમતી સ્મિતા ભગત, ચેરમેન – CSC એકેડમી, લેફ્ટનન્ટ જનરલ, DG (DC&W) – ભારતીય
સેના અને સૈન્યના આદરણીય મહાનુભાવો તેમજ HDFC બેંક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા.
બીજા તબક્કામાં આ પરિયોજનાને રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પંજાબ, જમ્મુ
અને કાશ્મીર, મેઘાલય, બિહાર, ઓડિશા અને નવી દિલ્હીમાં 26 DIAV સ્થળો સુધી વિસ્તારવામાં આવશે. પ્રોજેક્ટના પ્રથમ
તબક્કાને સપ્ટેમ્બર 2023માં 14 DIAV સ્થળોએ કોમન સર્વિસ સેન્ટર્સ (CSC)ની સ્થાપના સાથે શરૂ કરવામાં આવ્યો હતો.
HDFC બેંક તેના પરિવર્તન કાર્યક્રમ હેઠળ સંરક્ષણ સેવાના દિગ્ગજો અને તેમના નજીકના સગાઓ માટે આર્થિક સશક્તિકરણના
નિર્માણમાં સહયોગ આપે છે. અગાઉના 14 DIAV સ્થળોની જેમ, નવા કેન્દ્રો નાણાકીય ઉત્પાદનો અને સેવાઓમાં કૌશલ્ય
વિકાસ અને તાલીમ પણ પ્રદાન કરશે, જે નિવૃત્ત સૈનિકો અને તેમના નજીકના સંબંધીઓને નાણાકીય રીતે સ્વતંત્ર બનવામાં મદદ
કરશે. CSCનું સંચાલન કરતી વ્યક્તિઓને પ્રારંભિક 12 મહિના માટે માસિક નાણાકીય અનુદાન ચૂકવવામાં આવશે.