
શ્રીકૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટ દ્વારકા તીર્થક્ષેત્રમાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં આગામી તા. 14 માર્ચના ફુલડોલ ઉત્સવ પ્રસંગે સવારે 11:30 થી બપોરે 12 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન પરંપરાગત રીતે થશે. જ્યારે તા.15 મી માર્ચના રોજ દ્વિતીય પાટોત્સવ પ્રસંગે સવારે સવારે 7:30 વાગ્યે મંગલા આરતી, સવારે 8 વાગ્યે મોર આરતી, સવારે 11:30 વાગ્યે શૃંગાર આરતી, બપોરે 12 વાગ્યે મધ્યાહન આરતી, બપોરે 1 વાગ્યે મંદિર અનોસર થશે. સાંજના 4:30 વાગ્યે ઉત્થાપન દર્શન તથા રાત્રિના 8 વાગ્યે શયનના દર્શન થશે.