
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ્બ્યુલન્સ અને આરોગ્યના સેવા કાર્યનો ખંભાળિયા વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે પડાણા પાટીયાથી લીંબડી સુધીના વિસ્તારમાં જતા પદયાત્રીઓને ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા તેમજ અહીંની 8 નામાંકીત હોસ્પિટલોમાં વિના મૂલ્યે નિદાન, સારવાર અને મેડિકલ દવા આપવાના સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પી.એસ. જાડેજા, જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ નકુમ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ઘનશ્યામસિંહ જાડેજા, ડોકટર ટીમના ડો. અમિત નકુમ, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, જીગ્નેશભાઈ પરમાર, કિશોરભાઈ નકુમ, મયુરભાઈ ધોરીયા, અજુભાઈ ગાગીયા, રાણાભાઈ ગઢવી, કારૂભાઇ ગઢવી, જયસુખભાઈ મોદી, નટુભા જાડેજા, કિરીટસિંહ વાધેલા સાથે સેવાભાવી કાર્યકરોની ટીમના ઈન્દ્રજીતસિંહ પરમાર, વનરાજસિંહ વાઢેર, લાલજીભાઈ ભુવા, માનભા જાડેજા, નિકુંજ વ્યાસ, ભવ્ય ગોકાણી, મિલન વારીયા સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી, સેવા કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ સેવા કાર્ય સફળ બનાવવા શ્રી દ્વારિકાધીશ યુવા ગ્રુપના ડોકટરો અને સ્વયંસેવકો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.