ગીર-સોમનાથ જિલ્લામાં તુવેર ખરીદીમાં વિઘે માત્ર ૯.૨૫ મણની મર્યાદા હોવાથી ખેડુતો મુશ્કેલીમાં

0

તુવેર ખરીદીમાં મર્યાદા વધારવા અંગે કૃષિ મંત્રીને પત્ર લખીને ભારતીય કિસાન સંઘે માંગ કરી


તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલમાં એક વિઘે માત્ર ૯.૨૫ મણની મર્યાદા રાખવામાં આવી છે. આ મર્યાદાને કારણે નાના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેને લઈ ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી હોવાથી ભારતીય કિસાન સંઘએ કૃષિ મંત્રીને લેખિત રજુઆત કરી સમસીયા ઉકેલવા માંગ કરી છે. ભારતીય કિસાન સંઘના તાલાલા તાલુકા પ્રમુખ પ્રવીણ છોડવડીયાએ જણાવ્યું કે, આ વર્ષે તુવેરનો ઉતારો ૧૮થી ૨૦ મણ જેટલો આવ્યો છે. ખુલ્લા બજારમાં વેપારીઓ તરફથી પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકારની ટેકાના ભાવે ખરીદી બાદ વધતો જથ્થો ખેડૂતોએ વેપારીઓને ઓછા ભાવે વેચવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો છે. સંઘે માંગ કરી છે કે સરકાર વર્તમાન મર્યાદા વધારીને ૧૫થી ૨૦ મણ સુધી કરે. આ વધારાથી ખાસ કરીને ૫થી ૧૦ વિઘા જમીન ધરાવતા નાના ખેડૂતોને મોટો લાભ થશે.

error: Content is protected !!