૭ સમિટ્સ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર
ખંભાળિયામાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ડો. સોમાત ચેતરિયાએ સપ્ટેમ્બર ૨૦૨૧ માં માઉન્ટ મનાસલું (જે દુનિયાનો આઠમાં નંબરનો સૌથી ઊંચો પર્વત છે) સમિટ કરીને અત્યંત ઊંચા પર્વતારોહણની શરૂઆત કરી હતી. બાદમાં મે ૨૦૨૨ માં તેમણે માઉન્ટ એવરેસ્ટ (દુનિયાનો સૌથી ઊંચો પર્વત, (૧૩ મે) અને માઉન્ટ હોટ્સે (દુનિયાનો ચોથા નંબરનો સૌથી ઊંચો પર્વત, ૧૪ મે) સર કર્યા હતા. આ બંને પર્વત તેમણે ફક્ત ૨૩ કલાકની અંદર સર કર્યા હતા. આ બંને પર્વત તેમણે ફક્ત ૨૩ કલાકના ટૂંકા સમયગાળામાં સર કર્યા હતા (માઉન્ટ એવરેસ્ટની ચોટી પર પહોંચી ત્યાંથી પરત વળીને માઉન્ટ લ્હોટ્સેની ચોટી પર પહોંચવાનો સમય આ માઉન્ટ માઉન્ટ પહેલા ઘરે હાઈપોક્સિક સિસ્ટમ (ઓછું ઓકિસજનમાં રહેવા માટેના ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો અને કોઈ પર્વતરોહીએ પહેલી વખત હાઇપોક્સિક સિસ્ટમનો ભારતીય ઉપયોગ કર્યો હતો. હાઈપોક્સિક સિસ્ટમના ઉપયોગથી એવરેસ્ટ-લ્હોટ્સે સંપૂર્ણ અભિયાન તેમણે માત્ર ૨૨ દિવસમાં પૂર્ણ કર્યું હતું. (કાઠમાંડુથી નીકળી વૈજ્ઞાનિક પદ્ધતિથી રોટેશન્સ અને એક્લિમેટાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરીને એવરેસ્ટ-લ્હોટસે સર કરીને પરત કાઠમાંડુ આવવા સુધીનો સંપૂર્ણ સમય). દુનિયાને સૌથી ઊંચા -૧૦ માંથી ૩ પર્વતો પહેલા જ પ્રયાસમાં સફળતાપૂર્વક સર થઈ જવાથી તેમનું મનોબળ ઘણું દ્રઢ થયું અને તેમણે દુનિયાના દરેક મહાદ્વીપમાં આવેલા સૌથી ઊંચા પર્વતો સર કરવાનું નક્કી કર્યું. જેને પર્વતારોહણની દુનિયામાં ૭ સમિટ્સના નામથી ઓળખવામાં આવે છે. ઑગસ્ટ ૨૦૨૩ માં તેમણે રશિયામાં આવેલ યુરોપ મહાદ્વીપનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એલબ્રશ સર કર્યો. સપ્ટેમ્બર ૨૦૨૩ માં આફ્રિકાના તાન્ઝાનિયા દેશમાં આવેલા આફ્રિકા મહાદ્વિપનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કિલીમંજારો સર કર્યો.માઉન્ટ કિલીમંજારો અભિયાન તેમણે ફક્ત ૭૨ કલાકમાં જ પૂર્ણ કર્યું (કિલીમંજારો એરપોર્ટથી કિલીમંજારો પર્વતની ચોટી સુધી પહોંચી પરત કિલીમંજારો એરપોર્ટ પહોંચવું), જે માનસિક અને શારીરિક દ્રઢતાનું પ્રતીક છે. ફેબ્રુઆરી ૨૦૨૪ માં તેમણે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધની સૌથી ઊંચી તેમ જ હિમાલય પર્વતમાળા પછીની દુનિયાની બીજા નંબરની સૌથી ઊંચી પર્વતમાળા જે દક્ષિણ અમેરિકા બુદ્ધિમાં આવેલુ છે, તે એન્ડિઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એકોન્કાગુઆ જે આજેર્ન્ટિના દેશમાં આવેલ છે, તે પણ સર કર્યું. આ પછી જૂન ૨૦૨૪ માં ઉત્તર અમેરિકા મહાદ્વીપનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ડેનાલી (માઉન્ટ મેકિનલી) સર કર્યું જે અમેરિકા દેશના અલાસ્કા રાજ્યમાં આવેલ છે. ડિસેમ્બર ૨૦૨૪ માં ર્નિજન મહાદ્વીપ અને પૃથ્વીની મુખ્ય જમીનથી દૂર એન્ટાર્કટિકા મહાદીપનું સૌથી ઊંચું શિખર માઉન્ટ વિન્સન સર કર્યું. આ પછી તાજેતરમાં જ તેમણે ઓસ્ટ્રેલિયા મહાદ્વીપનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કોઝિસ્કો સર કરવાની સાથે જ ૭ સમિટ્સ પડકાર ઝીલીને પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર બન્યા અને ૧૬ મા ભારતીય બન્યા. “અત્રે ઉલ્લેખનીય છે કે ૭ સમિટસ એ છે, છે સ્પોટર્સની લ પર્વતારોહણમાં છે જેમાં જીવનું ખૂબ વધારે જાેખમ રહેલું છે. અને આ પર્વતો સર કરવા માટે પર્વતારોહીઓ ઘણી વધારે વખત કોશિય કરતા હોય છે અને ત્યારે જઈને આ લક્ષ્ય હાંસલ થતું હોય છે. જે તેમનું દ્રઢ મનોબળ અને શારીરિક કૌશલ્યની નિશાની છે. ખંભાળિયા જેવા ટીયર (સ્તર) ૪ લેવલના ટાઉનમાં રહીને એવરેસ્ટ અને ૭ સમિટ્સ જેવા સપના જાેવાં અને તેને પૂરા કરવામાં કોઈ વ્યક્તિએ અથાગ પરિશ્રમ પડતો હોય છે. જે ડો. સોમાત ચેતરીયાએ કર્યા અને એમણે જાેયેલું ૭ સમિટ્સનું સપનું બખૂબી પૂર્ણ કર્યું. જે આપણે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. મોટાભાગે ૭ સમિટ્સ એ એવા લોકો કરતા હોય છે, જે લોકો વ્યવસાયિક પર્વતારોહક હોય છે અને પર્વતોમાં ગાઈડનું કામ કરતા હોય છે. જેથી તેમના પર્વતારોહક ગ્રાહકોને પોતાના અનુભવથી વધારે સારી રીતે ગાઈડ કરી શકે પણ ફક્ત પોતાના શોખ માટે ૭ સમિટ્સ બહુ જૂજ લોકો કરતા હોય છે. જે ડો. સોમાત ચેતરીયાએ કરી બતાવ્યું. છે. ડો . સોમાત ચેતરિયા એક સારા પર્વતારોહકની સાથે સાથે બાહોશ સર્જન પણ છે. દ્ગછમ્ૐ માન્યતા પ્રાપ્ત તેમની સાકેત હોસ્પિટલ છે. તેમની સાકેત તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રીના હાથે ટેકનોલોજિકલી હોસ્પિટલનો હતો. તેમની સાકેત હોસ્પિટલએ રોગો માટેની એક સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. ડો. સોમાત ચેતરિયા સાથે સાથે સાકેત હોસ્પિટલમાં કામનું ભારણ ખૂબ વધારે હોવા છતાં પણ શારીરિક ફિટનેસ જાળવી રાખવી, અત્યંત ઊંચા પર્વતો સર કરવા એ એક ખૂબ જટીલ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેને રોટેશન્સ અને એક્લિમિટાઈઝેશન કહેવાય છે. ડો. સોમાત ચેતરિયાની આ સફળતા અને સિદ્ધિ એ એમનો એકલાનો પ્રયાસ ન કહી શકાય એમની સાથે એમના જીવનસંગીની કાજલ ચેતરિયાનો પણ સિંહફાળો રહેલ છે. આવા અતિ જાેખમી સાહસિક રમત માટે પહેલી વાર તો કોઈ ઘરના સભ્ય મંજૂરી જ ના આપે. કારણ કે જીવનું જાેખમ તો ખરું જ, પણ સાથે સાથે શરીરમાં અપરિવર્તીત ખોડખાંપણો થવાની પણ ખૂબ વધારે શક્યતાઓ રહેલી છે. ઘરના કોઈ સભ્યને અને એમાં પણ પોતાના જીવનસાથીને આવા ખૂબ જાેખમી અભિયાન માટે મંજૂરી આપવી અને પાછળથી મોટી હોસ્પિટલનું વ્યવસ્થાપન જાળવી રાખવું એ કઠિન છે. જે કાજલ ચેતરિયાએ કાબિલેદાદ કરી બતાવ્યું. ખૂબ ઓછા સમયમાં એવરેસ્ટ-લ્હોટસે વિગેરે સિધ્ધિઓ બદલ ડો. સોમાત ચેતરિયાએ આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ છે. ડો. સોમાત ચેતરીયા આપણા સૌરાષ્ટ્રવાસીઓને ગૌરવાન્વિત કર્યા કહેવાય.