તા.ર૦ માર્ચથી દ્વારકાના પંચમુખી હનુમાન મંદિર દ્વારા શ્રી રામચરિત માનસ કથા યોજાશે

0

સૌપ્રથમ વખત ભગવાન શ્રી દ્વારકાધીશજીના સાંનિધ્યમાં શ્રી રામચરિત માનસની એક એક ચોપાઈ દ્વારા નવ દિવસ સંપૂર્ણ રામચરિત માનસ હોમ થશે

દ્વારકાના સમુદ્ર કિનારે ગાયત્રી મંદિર પાસેના પટાંગણમાં આવેલા પ્રસિધ્ધ શ્રી પંચમુખી હનુમાનજીના મંદિરે આગામી તા.ર૦-૩-ર૦રપ થી તા.ર૮-૩-૨૦૨પ દરમ્યાન શ્રી રામચરિત માનસ કથાનું નવ દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસપીઠ પરથી દ્વારકાના ચેતનભાઈ સાતા બિરાજી કથાનું રસપાન કરાવશે. જેનો સમય પ્રતિદિન બપોરે ૩-૩૦ થી ૭-૩૦ સુધીનો રહેશે. જેમાં ભગવાન દ્વારકાધીશના સાંનિધ્યમાં સૌ પ્રથમવખત શ્રી રામચરિત માનસની એક એક ચોપાઈ દ્વારા નવ દિવસ સંપૂર્ણ રામચરિત માનસ હોમ થશે. જેનો સમય પ્રતિદિન સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ સુધીનો રહેશે. આ ઉપરાંત પ્રતિદિન રાત્રિના અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમોનું શ્રેણીબધ્ધ આયોજન કરવામાં આવેલ છે. તા.ર૦મી માર્ચના રાત્રે સંતવાણી, તા.ર૧મીએ હાસ્યરસ અને સંતવાણી, તા.ર૪મીએ સંતવાણી, તા.રપમીએ દાંડીયારાસ, તા.ર૬મીએ સંગીત સંધ્યા, તા.ર૭મીએ ભજન આરાધના સહિતના કાર્યક્રમો યોજાશે. જે દરેક કાર્યક્રમોનો સમય રાત્રિના ૯.૦૦ થી ૧૨.૦૦ સુધીનો રહેશે. પોથીયાત્રા તા.ર૦મીએ સાંજે ૩.૩૦ કલાકે રામધૂન મંદિરેથી નીકળશે. આ રામચરિત માનસ રામ પારાયણ કથામાં દાનેશ્વરી દાતાશ્રીઓ, મહાનુભાવો તથા તન-મન-ધનથી આ અવિરત પ્રવાહમાં સેવા આપનાર તેમજ શહેરની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા દ્વારકાધીશ ગોપી મંડળ (દ્વારકા), પંચમુખી હનુમાન સેવક પરિવાર (દ્વારકા), પંચમુખી હનુમાન વિકલાંગ સેવા મંડળ (હિતેશ ઉપાધ્યાય, દ્વારકા), સમસ્ત મામસા ગામ (મુ.મામસા, તા.ઘોઘા, જી.ભાવનગર) તથા મહંત શ્રી દયાદાસબાપુ ગુરૂશ્રી કિશોરદાસ બાપુ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!