ઓખા ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ભારત સી સ્કાવ ગાઈડ સંઘના સ્યુક્ત ઉપક્રમે કોસ્ટલ એરિયા સી સ્કાવ ગાઈડ (દરિયાઇ સ્કાવ ગાઈડ) કેમ્પનું આયોજન ઓખા બ્રહ્મ સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવેલ છે. જે ૧૦ દિવસ ચાલશે. જેમા ૧૫૦ સ્કાવ ગાઈડ જાેડાયા છે. કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવીણ કુમાર ઝ્રઈર્ં કોસ્ટ ગાર્ડ તેમજ અશોક કુમાર આશિષ સ્ટેટ ઝ્રઈર્ં ઇન્ડિયન નેવી ૈંદ્ગજી દ્વારકા ખાસ હાજર રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆત સ્કાવ ગાઈડ પ્રાથના તેમજ જનરલ સેલ્યુડથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રવૃત્તિની પ્રણાલિકા મુજબ ઉપસ્થિત મહેમાનનું સ્વાગત સ્કાર્ફ દ્વારા યોગેન્દ્ર સિહ જાડેજા, મમતાબેન જાેષી (જાેડાયા), છગનભાઈ પટેલ, બી.કે. સિદપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે સ્કાવ ગાઈડ પ્રવૃતિનો પરિચય તેમજ સી કેમ્પની પ્રાથમિક માહીતી અજયભાઈ ભટે આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિયંકાબેન લંબાનાનો ખુબજ સુંદર સહયોગ રહ્યો હતો.