ઊના શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ સંચાલિત શાસ્ત્રી સ્વામી ધર્મ પ્રસાદજી આર્ટસ, કોમર્સ અને બી. એડ. કોલેજના અંતિમ વરસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોની દીક્ષાંત સમારોહ ગુરૂકુલના અધ્યેષઠા શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદદાસજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં પ્રથમ વિદાય લેતા ૩૨૫ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને જીવનમાં સફળ થવા આશિર્વાદ આપેલ હતા ત્યાર સ્વામીજી અને કોલેજના નિયામક નરેન્દ્રભાઈ ગોસ્વામી, કિશોરભાઈ વડાલિયા, આચાર્ય અને અધ્યાપકો દ્વારા તમામને સ્મૃતિ ચિહન તેમજ પ્રમાણ પત્ર આપી દીક્ષિત કરી વિદાય આપી હતી.