લાભાર્થી સેલ્ફી અભિયાનમાં જૂનાગઢના સુનિતા સેવક સૌરાષ્ટ્રમાંથી પ્રથમ નંબરે

0

૨૯ માર્ચ દિલ્હી કોફી ટેબલ બુકના વિમોચન માટે મળ્યું આમંત્રણ

ભાજપ દ્વારા લાભાર્થી સેલ્ફી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જૂનાગઢના સુનિતા સેવકને સમગ્ર ગુજરાતમાં છઠ્ઠો નંબર અને સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે. આ ઝળહળતી સીધી બદલ સુનીતા સેવકને ૨૯ માર્ચે દિલ્હી ખાતે આમંત્રિત કરાયા છે. ૨૯ માર્ચે તેઓ દિલ્હી કોફી ટેબલ બુક મહિલા સ્વતંત્રતા સેનાનીઓના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જશે. ભારતીય મહિલા મોરચા દ્વારા આયોજિત આ અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં કેન્દ્રીય સરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પુસ્તકનું વિમોચન કરશે . આ કાર્યક્રમ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથી શ્રીનિવાસનની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તાજી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ સહિતના આદરણીય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહેશે. ત્યારે આ અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં જૂનાગઢના સુનિતા સેવકને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવાયુ હોય સમગ્ર જૂનાગઢ માટે ગૌરવની બાબત છે.

error: Content is protected !!