જૂનાગઢ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રો કે જેમાં પહેલા વર્ષ અને બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રેગીંગનો બનાવ ન બને તે માટે વાલીઓ, પત્રકાર, પોલીસ અને એનજીઓ મળી એક કમિટીની રચના કરવામાં આવી છે, મેડિકલ કોલેજના ડિન હનુમંત દામલેના જણાવ્યા મુજબ રેગીંગના બનાવો અટકાવવા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં સેપરેટ પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોસ્ટેલ બનાવી છે તેમજ કમિટી દ્વારા બે ત્રણ મહિને મિટિંગ પણ બોલવામાં આવશે.