મંત્રી મુળુભાઇ બેરાએ વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસની કરી ઉજવણી
રાજ્યના વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના ૬૦મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂતિર્ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કરવામાં આવ્યો હતો. મંત્રીએ પોતાના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરી પ્રકૃતિના સંરક્ષણમાં યોગદાન આપવા માટે સર્વે નાગરિકોને હાંકલ કરી હતી. રાજ્યના વન મંત્રીના જન્મ દિવસે પ્રારંભ થયેલ ઉમદા પહેલ માત્ર એક ઉજવણી પૂરતું સીમિત ન રહે, પરંતુ ૬૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવાની એક મહત્ત્વાકાંક્ષી હરિયાળી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રકૃતિ માટે સમપિર્ત આ અભિયાનનો આરંભ “૬૦ વર્ષ – ૬૦ વૃક્ષ” થી કરવામાં આવ્યો છે. આ ઉમદા અભિયાન હેઠળ સર્વે નાગરિકોને જોતરીને ૬૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ અભિયાન પર્યાવરણ અને પ્રકૃતિના સંવર્ધન માટે સામાન્ય નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને યુવાનોની ભાગીદારી પર કેન્દ્રિત એક જનઆંદોલન બની રહેશે. આ અભિયાનનો મુખ્ય ભાવ ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવાનો છે. આ કાર્યક્રમ દ્વારા એક હરિત સંકલ્પ લેનાર દરેક નાગરિક, સંસ્થા અને યુવાન માટે એક અનોખો અવસર બની રહેશે અને તેઓ પર્યાવરણના રક્ષણ માટે પોતાનું યોગદાન આપી શકશે. આ તકે સી.સી.એફ મનીષ્વર રાજા, સી.એફ. સેંથિલકુમાર , આર. ધનપાલ, નાયબ વન સંરક્ષક અરૂણકુમાર, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, અગ્રણી એભાભાઈ કરમુર, રસિકભાઈ નકુમ, સગાભાઈ રાવલીયા સહિત વન વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને આ ઉમદા અભિયાનમાં જોડાવવાનો સંકલ્પ લીધો હતો.