જિવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક પશુઓની તાત્કાલિક સારવાર માટે એક એમ્બુયલન્સનંુ લોકાપર્ણ તથા દાતાઓનું બહુમાન કાર્યક્રમ રાખેલ હતો. સૌ પ્રથમ આ એમ્બુયલન્સ માટે રૂપિયા પાચ લાખનું અનુદાન આપનાર નિતાબેન સુરેશભાઇ ગાંધીનું સંસ્થાના પ્રમુખ કેતનભાઈ દોશી અને ખજાનચી કેતનભાઇ ચોકસી શાલ ઓઢાડી હાર પહેરાવીને બહુમાન કરેલ હતું. ત્યારબાદ દરેક મંચસ્થ મહાનુભાવોનું બહુમાન કરવામાં આવેલ હતું. સંસ્થાનો પરિચય સ્થા. જૈન સંઘના પ્રમુખ હિતેષભાઇ સંઘવીએ આપેલ કે આજથી ૧૫ વર્ષ પહેલા હર્ષ મુનિ મ.સ.એ પ્રવચનમાં જિવદયાનું મહત્વ સમજાવતા ૧૦ મિત્રોએ આ સંસ્થાનું બીજારોપણ કરેલ અને આજે ૧૫ માણસોના સ્ટાફ સાથે આ સેવાકીય પ્રવુતિ કરે છે. નિતાબેન સુરેશભાઇ ગાંધીનો ખાસ આભાર માનતા જિવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઈ દોશીએ કહ્યું કે જુવાનીનંુ નાણું અને શિયાળાનું છાણુ સમયે કામ આવે છે ત્યારે તેમણે નાણાનો ૭૫ વર્ષની ઉંમરે સદ ઉપયોગ કરેલ છે. આ પ્રસંગે જૂનાગઢ મહાનગર પાલિકાના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરેએ નિતાબેન સુરેશભાઇ ગાંધીના દાનને અભિનંદન પાઠવ્યા હતા તથા જિવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વોર્ડ નં-૧૧માં પોતે કોરપોરેટર હતા ત્યારે પશુ-પક્ષીઓની અદભુત સેવા કરેલ છે તેમજ શૈલેષભાઇ દવેએ પણ દાતાઓને વંદન કરેલ તથા જિવદયા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાને અજોડ ગણાવેલ તેવી જ રીતે સી ડિવિઝનના પી.એસ.આઈ વત્સલ સાવજએ પણ દાતાઓ તથા જિવદયા ટીમને ભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થા. જૈન સંઘના ઉપ પ્રમુખ લલિતભાઇ દોશી, સહમંત્રી ધર્મેન્દ્રભાઇ મોદિ, વિમલભાઇ શાહ, કિર્તીભાઇ દોશી, તેજસભાઇ પારેખ, અનિલભાઇ કોઠારી તે ઉપરાંત એ ડિવિઝનના પી.આઈ. બી.બી. કોળી, મહાનગર પાલિકાના આસી.કમિશ્નનર જયેશભાઇ વાજા તથા મહાનગરપાલિકા જૂનાગઢના દંડક કલ્પેશભાઈ અજવાણી, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, નાગ બાપુ, સુશીલાબેન શાહ, કોરપોરેટર વંદનાબેન દોશી, મુર્તિ પુજક સંઘના દોશીભાઇ, ધર્મેશભાઇ સોલંકી, વિશાલભાઇ અકબરી સહિત ઘણા આગેવાનો હાજર હતા. અંતમાં સંસ્થાના ટ્રસ્ટી નવનીતભાઇ શાહએ આભારવિધિ કરેલ ત્યારબાદ પ્રતિમા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એમ્બુયલન્સનું લોકાપર્ણ નિતાબેન સુરેશભાઇ ગાંધીના વરદહસ્તે કરવામાં આવેલ હતું.