મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ધોમધખતા તાપમાં મુસ્લિમ બિરાદરો આખો દિવસ રોઝુ રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં રહેતા સાત વર્ષના બાળક મોહમ્મદ અસવાદ શાહરૂખભાઈ શેખએ પહેલું રોઝુ રાખ્યું હતું. આખો દિવસ અનાજ અને પાણી વગર ઇફ્તારીના સમય સુધી ભૂખ્યા-તરસ્યા રહીને આ બાળકે પહેલુ રોઝુ રાખી અલ્લાની બંદગી કરી હતી તેમજ દુઆ કરી હતી.