મંગળવારે પાપમોચીની એકાદશી : શ્રી હરીને અર્પણ કરો સુકોમેવો

0


ફાગણ વદ અગિયારસને મંગળવાર તા.૨૫ માર્ચના દિવસે પાપમોચીની એકાદશી છે. મંગળવારે પાપમોચીની એકાદશી દિવસે સૂકોમેવો ધરાવવાનું મહત્વ છે અને પીળુ ફૂલ અર્પણ કરવાનું મહત્વ છે. પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા જીવનનાં અશુભ તત્વોનો નાશ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. તથા રિધ્ધિ સિધ્ધિની પ્રાપ્તિ થાય.
વ્રત વિધિ : પાપમોચીની એકાદશીનાં દિવસે ઉપવાસ કરવો ઉત્તમ ગણાય અથવા તો એકટાણું કરવું. સવારનાં સ્નાન કરી અને બાજોઠ અથવા પાટલા ઉપર પીળુ વસ્ત્ર પાથરવું અને તેનાં ઉપર ચોખાની ઢગલી કરી અને શ્રીકૃષ્ણ ભગવાનની છબી અથવા મૂતિર્ પધરાવી દિવો અગરબત્તી કરવા. ભગવાનને પીળા ચંદનનો ચાંદલો, ચોખા કરવા પીળુ ફુલ અર્પણ કરવું. અબીલ, ગુલાલ, કંકુ પધરાવી અગરબત્તી દિવો અર્પણ કરવા નૈવેદ્યમાં સૂકો મેવો તથા પીળા કલરની મીઠાઈ ધરવી, આરતી કરવી. ત્યારબાદ વિષ્ણુ ભગવાનનાં ૧૦૮ કે ૧૦૦૮ નામ બોલવા અને એકાદશીની કથા વાંચવી.બપોરે નિંદ્રા કરવી નહી. રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી જાગરણ કરવું. આમ વ્રત કરવાથી પાપનું મોચન થાય છે અને નવગ્રહ શાંતિ થાય છે.
એકાદશીની કથાનો બોધ : આપણે મનુષ્ય છીએ તથા કળયુગ હોવાથી ઘણીવાર કામ, ક્રોધ, મોહ થકી અનેક પાપ કર્મ થઈ જતા હોય છે. જેવા કે કોઈનું અહિત કરવું, બીજાનું ધન લઈ લેવું, કોઈના ખોટા મોહમાયા માં પડવું આમ આવા અનેક નાના મોટા પાપ કર્મ થતા હોય છે. પરંતુ આ કરવાથી આપણા નવગ્રહ દોષિત થાય છે અને તેનું અશુભ ફળ ભોગવવું પડે છે આથી ખ્યાલ રાખવો જોઈએ કે આવા કર્મ ન કરવા અને ગીતા રામાયણનાં નિયમને અનુસરી જીવન જીવવું જોઈએ.

error: Content is protected !!