શું અમેરિકા દ્વારા ચાલુ કરવામાં આવનાર ટેરિફ ટેક્ષના નામે વર્ડ ટ્રેડ વોર હવે તેના માટે બૂમરેંગ બની જશે ??!!

0

શું બીજી એપ્રિલ અમેરિકાનો મુક્તિ દિવસ દુનિયા માટે ગુલામી દિવસ તરીકે ઇતિહાસમાં નોંધાશે ??!! શું આગામી અમેરિકાનો લીબરેશન ડે દુનિયા માટે બનશે સ્લેવરી ડે ??!!

અમેરિકાની મુક્તિનો દિવસ બીજી એપ્રિલનો દિવસ છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પ દ્વારા પોતાના દેશવાસીઓને આપેલ ચૂંટણી વચન મુજબ અમેરિકાને “મેગા” થિયરી મતલબ માય અમેરિકા ગ્રેટ અમેરિકા બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત દુનિયાને રિવર્સ ટેરિફ દર અંતર્ગત અમેરિકામાંથી એક્સપોર્ટ થતાં માલ ઉપર જેટલો ટેક્ષ જે દેશ જેટલો ટેક્ષ અમેરિકા પાસેથી કરે છે તેટલો જ ટેક્ષ તે દેશમાંથી આયાત કરવામાં માલ પર વસૂલ કરવાનું ચાલુ કરી અમેરિકન લિબ્રેશન ડે (મુક્તિ) એટલે કે હવેથી અમેરિકાને વિશ્વ સાથેના એક્સ્પોર્ટ ઇમ્પોર્ટનો વ્યાપાર સરખા હિસાબ સાથે કરવામાં આવશે અને દેશની કથળેલી આર્થિક હાલત સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જે બહાના હેઠળ અમેરિકા દ્વારા વિશ્વ સાથે ટ્રેડ વોર શરૂ કરવામાં આવનાર છે. વિશ્વમાં તેમના પાડોશી દેશો અને કાંઈક યુરોપિયન યુનિયનના દેશો દ્વારા તેનો વિરોધ દર્શાવી આજ દિવસ સુધી અમેરિકાના મિત્રો રહેલા દેશો આજ તેમના દુશ્મન જેવા બની ગયા છે. ત્યારે આ કારણે વિશ્વના અવિકસિત દેશોની હાલત અમેરિકાના ગુલામ જેવી બની જશે કારણ કે આ અવિકસિત દેશો કાં તો ગૃહ યુદ્ધમાં ફસાયેલા છે કાં તો પાડોશી દેશો સાથે લડાઈ લડી રહ્યા છે અને આ પરિસ્થિતિ નહિ હોય તો તે તેમના દ્વારા ઉભી કરી જે તે દેશના શાસકોને પોતાની રક્ષા માટે હથિયારોની જરૂરિયાત ઊભી કરવા માટે આ મોડ ઓપરેન્ડી અપનાવી અને તે તેમના દ્વારા મોટા ટેરિફ દરથી ઉધાર આપીને પણ તે દેશને ગુલામ બનાવશે. અગાઉ આજ ટેકનિક તેમના દ્વારા તેમના દુશ્મન દેશો સાથે પ્રોક્ષી યુદ્ધ કરવા માટે તેમના દુશ્મન દેશના પાડોશી દેશોને મફત હથિયારો અને આર્થિક મદદ કરી વિશ્વ અશાંતિ ફેલાવવામાં આવતી હતી. જેના ઉદાહરણ યુક્રેન અને હમાસ યુદ્ધ હાલના ચાલતા યુદ્ધના પુરાવા છે. પણ હવે ડોનાલ્ડ ટ્રેમ્પની “મેગા” થિયરી અંતર્ગત અગાઉ પ્રમાણે તેમના દુશ્મન દેશને આર્થિક પાયમાલ કરવા તેમના પાડોશી દેશને દુશ્મનના દુશ્મન મિત્રના ન્યાયે મદદ કરવાના બદલે તેમના દેશની કુદરતી સંપત્તિઓ પર કબજો જમાવવા તે દેશને મદદ કરશે જે માટે જે તે દેશ તૈયાર હોય. જેનું ઉદાહરણ હાલમાં જ જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોહન બાઇડન દ્વારા જે મદદ યુક્રેન અને ઈઝરાઈલને કરાયેલ મદદના બદલામાં તેમના દ્વારા યુક્રેનને દબાવી ધમકાવી રશિયા સાથે સીઝ ફાયર કરાવી જે કુદરતી સંપત્તિઓને રશિયાના કબ્જામાં જતી રોકવા બે વર્ષ સુધી તેની સાથે યુદ્ધ કરી દેશને પાયમાલ કર્યો તેજ કુદરતી સંપતીઓ આજ અમેરિકાને હવાલે કરવાની અને મિડલ ઇસ્ટમાં ઈઝરાઈલ દ્વારા જે પેલેસ્ટાઇન સાથે વર્ષોથી યુદ્ધ ચાલે છે તેના કારણોમાં તેમના દ્વારા ઉભા કરાયેલ આતંકવાદીઓ અને તેમને આર્થિક મદદ કરતા દેશો સાથે તેમને યુદ્ધ કરાવી આતંકવાદીઓ સામે પ્રોક્ષી યુદ્ધ ચલાવી વિશ્વના અન્ય દેશોને પોતે એક માત્ર દેશ છે જે વિશ્વને આંતકવાદથી બચાવશે તેવી પોલિસી આજ સુધી અપનાવનાર અમેરિકા દ્વારા હવે તેમના પીઠું જેવા ઈરાનના શાહને એક માત્ર વર્ષ ૧૯૯૦માં સત્તા સ્થાનેથી ઉથલાવી ધર્મના આધારે સત્તા પ્રાપ્ત પલ્ટો કરાવનાર ઈરાનના અયાતોલ્લાહ ખોમેનીના વારસોનું શાસન ઈરાનમાંથી ખત્મ કરવા માટે જ હવે ઈઝરાઈલને મદદ કરવામાં આવે તેવા દિવસો પણ બહુ દૂર નથી. જ્યારે અમેરિકા દ્વારા વર્ડ ટ્રેડ વોરની આડ અસર તેમના દેશ પર પણ ઇન્ફ્લેશન(મોંઘવારી) દરના વધવા સાથે મોટી થનાર છે જેના કારણોમાં અમેરિકામાં ઉદ્યોગો માટે પાયાની જરૂરિયાતો જેવા પ્રાથમિક તબક્કાના કોઈ માલ સામાન ઉત્પાદન કરતા ઉદ્યોગો આવેલાં જ નથી પણ હથિયારો બનાવવા માટે બહુ મોટા પ્રમાણમાં ઓદ્યોગિક એકમો વિકસાવવામાં આવેલા છે અને તેના સ્પેર પાર્ટ્સ વિશ્વના અલગ અલગ દેશોથી આયાત કરી તેને એસેમ્બલ કરી પોતાના ઓદ્યોગિક એકમો વિકસાવવામાં આવેલા છે ત્યારે તેમને જરૂરી પાયાના રો મટીરીયલ જેવા સ્પેર પાર્ટસ તેમણે વિશ્વના દેશોમાંથી આયાત કરવા પડશે ત્યારે તેમને પણ ટેરિફ ટેક્ષની ચુકવણીનો પ્રશ્ન ઉપસ્થિત થનાર જ છે. ત્યારે તેમના દ્વારા ટેરિફ ટેક્ષના નામે ચાલુ કરવામાં આવનાર વર્ડ ટ્રેડ વોર તેમના માટે બૂમરેંગ સાબીત થાય તેવી શક્યતાઓ જીઓ પોલિટિકલના નિષ્ણાંતો જોઈ રહ્યા છે.

error: Content is protected !!