ઓખા મંડળના દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર વિસ્તારના પ્રોહિ. બુટલેગર રણમલભા સામરાભા સુમણીયા રહે. નાગેશ્વર, ઉ. ૩૦) દ્વારા ભાણવડ તાબેના રાણપર ગામના રહીશ ધના કોડીયાતર પાસેથી મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો વિશાળ જથ્થો પોલીસે કબજે કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂા.૧,૯૮,૯૮૬ ની કિંમતની ૨૮૭ બોટલ પરપ્રાંતિય શરાબ અને રૂપિયા ૫,૦૦૦ ની કિંમતના એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૨,૦૩,૯૮૬ ના મુદ્દામાલ સાથે આરોપી રણમલભા સુમણીયાની અટકાયત કરી હતી. ત્યારે ધના કોડીયાતરને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.