દર વર્ષે તા. ૨૧ જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ ઉજવવામાં આવે છે. જેની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આશય લોકોની આરોગ્ય સુખાકારી વધારવા અને વધુમાં વધુ લોકોને યોગ સાથે જાેડવાનો છે. જે અન્વયે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત રાજ્ય યોગ બોર્ડના યોગ વર્ગોમાં યોગ શિબિરો યોજવામાં આવી રહી છે. જેમાં લોકોને ધ્યાન, પ્રાણાયામ, યોગાભ્યાસ અને સૂર્ય નમસ્કાર કરાવીને તેનું મહત્વ સમજાવવામાં આવે છે. જે અન્વયે માર્ચ માસમાં આયોજિત ૧૦થી વધુ શિબિરોનો અંદાજિત ૫૦૦થી વધુ સાધકોએ લાભ લીધો હતો. આગામી દિવસોમાં યોજાનારી યોગ શિબિરોમાં વધુમાં વધુ લોકોને જાેડાવા રાજ્ય યોગ બોર્ડે અનુરોધ કર્યો છે. આ યોગ શિબિરો માટે યોગ કો-ઓર્ડીનેટર, કોચ અને ટ્રેનર્સ જહેમત ઉઠાવી રહ્યાં છે.