આગામી તારીખ ૩૦ અને ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ૫૫૧ મો સંઘ મેળો – અમૃત મહોત્સવ ઉજવાશે. જેની ભવ્યાતિભવ્ય ઉજવણીની તડામારા તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવમાં ભારતભરમાંથી હિન્દુ સમાજના લોકો સદગુુરૂ શ્રી હંસતેજજી મહારાજ અને તેમણે પોતાના નેત્ર વડે પ્રગટાવેલી અખંડ જ્યોતના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરીને કલ્કી તીર્થ ધામ ખાતે પહોચવાના છે. જેમાં વર્તમાન ગાદીપતિ જગતગુરૂ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ ભારતભરમાંથી પગપાળા આવેલ ભાવિકોને સામેયા કરશે. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય હિન્દુ આચાર્ય મહાસભાના અધ્યક્ષ પ.પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ (શિવાનંદ આશ્રમ), પ.પૂ. મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર), પ.પૂ. મહામંડલેશ્વર શ્રી લલિત કિશોરદાસજી મહારાજ (નિમ્બાર્ક પીઠ – લીમડી), પ.પૂ. મહંતશ્રી મોહનદાસજી મહારાજ (સાંઈ મંદિર – થલતેજ), પ.પૂ. સંતશ્રી રાજેન્દ્રદાસજી મહારાજ (નકલંક ધામ – જૂનાગઢ), પ.પૂ. ગૌ ભક્ત ચૈતન્ય શંભુ મહારાજ, પ.પૂ. મહંત શ્રી યોગેશદાસજી મહારાજ (કઠવાડા ગૌશાળા) જેવા સંતો – મહંતો ઉપસ્થિત રહી સંઘ મેળાને આશીર્વાદ આપશે. આ અલૌકીક સંગમનો લાભ લેવા વિશ્વભરમાંથી આવેલ શ્રધ્ધાળુઓની સાથે આજુબાજુના ગામોમાંથી પણ હજારોની સંખ્યામાં ભાવિકો ભજન મંડળી અને કળશયાત્રાના સ્વરૂપમાં ઉમટી પડશે. આ પ્રસંગની ભવ્યતા વધારવા માટે ૩૦ માર્ચ ૨૦૨૫, રવિવારના રોજ સાંજે ૮ વાગ્યાથી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહીર અને યુવા કલાકાર રજદાન ગઢવીના પોતાના આગવા અંદાજમાં પધારેલ ભક્તોને ભક્તિમય રસાનુભૂતિ કરાવશે.