તાજેતરમાં તા.૨૧-૩-૨૦૨૫ દિવ્યાંગ દીકરીઓની નિ:શુલ્ક નિવાસી સંસ્થા સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ મું. માખીયાળા ખાતે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૫૦ જેટલા નવજાત જન્મેલા શિશુઓને મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું, ૫૦ નવજાત શિશુની માતાઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ૪૦ જેટલી સગર્ભા માતાઓને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ૫૦ જેટલી આંગણવાડી વર્કર/આશા વર્કર બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જે કુલ મળીને ૨૦૦થી વધારે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે જૂનાગઢ જિલ્લા જેલના જજ તેમજ સચિવ એચ.આર. પરમાર તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારી ચેતન સોજીત્રા, માનસિક રોગ નિષ્ણાંત ડો. સોહમ બુચ(સાંત્વન હોસ્પિટલ), મજેવડી મેડીકલ ઓફીસર ડો. દિગ્નેશભાઈ વાછાણી, ડો. નિરવ ધિનોજા, ડો. કલ્પેશ ભાલોડીયા, ડો. હાર્દિક માલવી, વન મેન આર્મી કે.બી. સંઘવી, મનસુખભાઈ વાજા, પ્રવિણાબેન ચોકસી, રોહિતભાઈ ઉમરેટીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌ સાથે ભોજન લઈ કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો હતો.