જૂનાગઢના મહે. આઠમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલતમાં ફોજદારી કેસ નંબર ૭૨૫ ૨૦૧૯ માં આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો ઠરાવવામાં આવેલ છે. ઉપરોક્ત કેસમાં એડવોકેટ કમલ જે. ગોસ્વામી તથા અનિલ જે. ગોસ્વામીનાઓએ ચેક બાઉન્સ કેસમાં આરોપી તરફે આરોપીનો બચાવ સચોટ પુરાવાઓ તથા ધારદાર દલીલોના આધારે આરોપી અશોકભાઈ રાજસીભાઈ ઓડેદરાને નિર્દોષ જાહેર કરાવ્યા છે. નામદાર ૮ માં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસએ સમગ્ર કેસ તપાસી ફરિયાદી તથા આરોપી તરફે રજૂ થયેલા પુરાવાઓને ધ્યાન રાખી આ ચુકાદો તારીખ ૧૯-૩-૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલ હતો. આરોપી અશોકભાઈ ઓડેદરાએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની જૂનાગઢને ચેક આપ્યાની ફરિયાદ હતી અને આ ફરિયાદમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબ આરોપીને દોષીત ઠરાવવા માટેના તમામ આવશ્યક તત્વોની નિશક પણે પુરવાર થયેલ ન હોય જેથી આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલ છે.