રૂક્ષ્મણી મંદિર રોડ પાસે આવેલ એક ધાર્મિક મંદિર જેશીબથી જમીન દોષ કરી નાખ્યું
યાત્રાધામ દ્વારકામાં તંત્ર દ્વારા સાંજે ખારા તળાવ વિસ્તારમાં રહેલ સરકારી જગ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા પાકુ મકાન બનાવી દબાણ કરેલ હોય તે દબાણ જેસીબીની મદદથી દ્વારકા નગરપાલિકાની ટીમ એસડીએમ તેમજ પોલીસ બંદોબસ્ત સ્ટાફ સાથે રાખી ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં એક મકાનો સમાવેશ થયો જે જમીન દોષ કરી નાખવામાં આવેલ તેમજ તેમજ રૂક્ષ્મણી મંદિર રોડ પાસે આવેલ એક ધાર્મિક મંદિર આવેલ હતું જે થોડા દિવસો પહેલા તંત્ર મંદિર પાડવા આવ્યું હતું જે મંદિર પાડવા પત્યે વિવાદ થયો હતો. તે મંદિર આજે તંત્ર દ્વારા જમીન દોષ કરી નાખવામાં આવ્યું હતું. ઉલ્લેખીયન છેકે જે મંદિર ડિમોલેશન કર્યું જે આવડ માતાજીનું હતું તે માતાજીની સ્થાપના ધામધુમથી અન્ય જગ્યાએ સ્થાપિક કરવામાં આવી હતી. અગામી દિવસોમાં રૂક્ષ્મણી મંદિર સામે અન્ય સરકારી જગ્યામાં ગેરકાયદે દબાણ કારોને ૫૦ જેટલા ઈસમોને નોટીસો આપી તેની મુદતો પણ પુરી થૈઇ ગયેલ હોય તે સરકારી કરોડો રૂપિયાની કિમતની લાખો ફુટ જગ્યા ઉપર તંત્ર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરશે કે નહિ એ જાેવાનું રહ્યું.