રવિવારે જૂનાગઢના ઋષિરાજ આશ્રમે રામનવમીની ઉજવણી કરાશે

0

વિષ્ણુ યાગ યજ્ઞ, ફળાહાર, પ્રસાદ જાહેર નિમંત્રણ : પુ. બલરામબાપુનો જન્મોત્સવ ઉજવાશે

જૂનાગઢ ભવનાથના કેન્દ્ર બિંદુ સમાન ભરડાવાવ પાસે આવેલ શ્રી ઋષિરાજ આશ્રમ ગૌશાળા ખાતે આગામી તા.૬ને રવિવારના રોજ મર્યાદા પુરૂષોતમ ભગવાન રામના જન્મોત્સવની ઉજવણીનું મહંત પુ.બલરામદાસ બાપુ અને તેમના શિષ્યા પુ. મહેશ્વરી દેવીજી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિષ્ણુ યાગ યજ્ઞ અને ભગવાન રામજીની મહાઆરતી સાથે જન્મોત્સવ ઉજવાશે. સાથોસાથ તેમજ પુ. બલરામદાસ બાપુનો પણ રામનવમીના દિવસે જન્મોત્સવ હોય જેની પુ. મહેશ્વરી દેવીજી અને સેવક સમુદાય દ્વારા ભાવપૂજન કરી ઉજવણી કરવામાં આવશે અને બપોરે ફળાહાર પ્રસાદનું આયોજન કરેલ છે. તો આ અવસરે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!