કાચી કેરી, ગુંદા અથાણા બજારમાં આવતા પહેલા અથાણા સિઝનની છડીદાર પુકારતી ગરમળ આરોગ્ય-તન તંદુરસ્તીની જડીબુટી મનાય છે
સોમનાથ-પ્રભાસ-પાટણની શાક બજારમાં અથાણા સિઝનનો છડીદાર ગરમળ આવી ચુકી છે. જેનો હાલ ભાવ કિલોના રૂા.૮૦ થી ૬૦ જેટલો છે અને જેમ-જેમ સિઝન નજદીક આવશે તેમ પુરવઠો વધશે અને ભાવ ઘટના રહેશે. ગરમળ જમીનમાં કંદમુળની જેમ ઉગે છે. જેનો આકાર ઓકટોપ્સ જેવો હોય છે અને તેને વળગેલા ગાજર જેવા ડાળખાઓ લાલ માટી કલરના હોય છે. તેની ડાંડલીઓના નાના-નાના કટકાઓ કરી બાફીને અગર તે કટકાઓને બરણીમાં મીઠું, હળદર, લીંબુ ખટાશ વાળા પાણીમાં રાખી ભોજનમાં અથાણા તરીકે ઉપયોગ થાય છે. ચોમાસામાં જયારે શાક ન હોય ત્યારે તો ગરમળ ભોજન શાકની ગરજ સારી મજેદાર તુરા સ્વાદથી ભોજનનો આનંદ અને સ્વાદ આપે છે. ગરમળ આરોગ્યની દ્રષ્ટીએ ગુણકારી મનાય છે અને તેની અહીંથી નિકાસ અમદાવાદ, સુરત સુધી થાય છે. ગરમળની ડાંખડીના પાંદડા પણ ડાળા-ગરમળ અથાણા તરીકે ઉપયોગમાં લેવાય છે. કેરી, ગુંદાના અથાણા માટે આવતા પહેલા ગરમળ વહેલી આવી છડીદારની જેમ અથાણાઓના મહારાજાધીરાજ કેરી, ગુંદા આવી રહ્યા છે તેની જાણે છડી પુકારે છે. શ્રમિક, ગરીબ અને મધ્યમ વર્ગમાં આ અથાણાનું ખુબ જ મહત્વ, ઉપયોગ, ભોજનથાળીનું મેનુ હોય છે.