જિલ્લાના ઓવરવેઈટ કર્મયોગીઓ માટે કેમ્પ યોજાશે : મેદસ્વિતા ઘટાડવા નિષ્ણાંતો દ્વારા ખાનપાન, કસરત અને તણાવ મુક્ત જીવન શૈલી અંગે માર્ગદર્શન અપાશે

0

જૂનાગઢ જિલ્લાના કર્મયોગીઓ માટે શરૂ કરાયેલ એક પહેલ સ્વ હિતાર્થ થી કર્મયોગી પ્રોજેક્ટ અન્વયે જિલ્લાના દરેક વિભાગ વાઇઝ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી : જિલ્લાના તમામ કર્મયોગીઓનો બોડી માસ ઇન્ડેક્સ – BMI ડેટા એકત્ર કરાયો : જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજ રોજ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લામાં જનજાગૃતિ માટે વિવિધ વિભાગોએ  કરવાની થતી કામગીરી અંગે જરૂરી સમીક્ષા કરવામાં આવી  હતી. જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા કર્મયોગીઓના  સ્વાસ્થ્ય માટે એક નવીન પહેલ કરવામાં આવી છે. જે અન્વયે એક પહેલ સ્વહિતાર્થ  થી  કર્મયોગી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં  જૂનાગઢ જિલ્લાના વર્ગ ૧ થી ૪ના તમામ કર્મયોગીઓનો બોડી માસ ઇન્ડેક્સનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. તેમજ  જિલ્લાની દરેક કચેરી વાઇઝ નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ એકત્રિત ડેટાના આધારે આગામી સમયમાં ઓવરવેઈટ થી ઓબેસ  ગ્રેડ ૧,૨ અને ૩  ધરાવતા કર્મયોગીઓ માટે કેમ્પ યોજાશે. જેમાં નિષ્ણાંત દ્વારા કર્મયોગીઓને ખાવા પીવામાં રાખવાની થતી કાળજીએક્સરસાઇઝસ્ટ્રેસ લેવલ દૂર કરવા સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકમાં કલેકટરશ્રીએ અધિકારીઓને રોજિંદા જીવનમાં પણ ખાંડતેલનું પ્રમાણ ઘટાડવા તેમજ એક્સરસાઇઝયોગા કરવા અનુરોધ કર્યો હતો. ખાસ કરીને કલેકટરશ્રીએ  જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ તલાટી સુધી તમામ  કર્મયોગીઓને આ પ્રોજેકટ અન્વયે સમાવવા પ્રાંતઅધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશજિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન ,અધિક કલેકટર એન.એફ. ચૌધરી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!