જૂનાગઢ જિલ્લામાં‌  પ્રી-મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા

0

ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજન અંગે માર્ગદર્શન આપતા કલેક્ટર : તા.૧ જૂનથી ફ્લડ સેલ કાર્યરત થશે: ઘેડ વિસ્તારમાં જે રસ્તાઓમાં પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરવા  સહિતની બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજ રોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે ચોમાસા દરમિયાન  કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ ચોમાસા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવાશહેરના જે વોર્ડમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉદ્ભવે છે ત્યાં જરૂરી કામગીરી કરવા,ચોમાસા દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવાપીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરીનેશનગટર,  બુગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે તા.૧ જૂનથી ફ્લડ સેલ કાર્યરત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા મોટા હોર્ડિંગ્સ વરસાદના લીધે પડે નહીં અને જો પડે તો પડે તેમ હોય તો ઉતારવાની વ્યવસ્થાશહેરી વિસ્તારમાં જર્જરિત મકાનોની યાદીફાયર અને શોધ બચાવના સંસાધનો ચકાસવાડેમનું પ્રી- મોનસુન ઇન્સ્પેક્શનગામડાઓમા આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદીપ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વીજળીદવા સહિતની સુવિધાઓ  અંગે તેમજ ખાસ કરીને ઘેડ વિસ્તારમાં જ્યારે વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખુટા પડી જાય છે ત્યારે આ વિસ્તારમાં   સગર્ભાઓની  યાદીપેરામેડિકલ સ્ટાફઘેડવિસ્તાર માટે અનાજનો જથ્થો અગાઉથી ઉપલબ્ધ કરવા અંગે જરુરી સૂચનાઓ આપી હતી. તેમજ ઘેડ વિસ્તારમાં  જે રસ્તાઓ‌ ઉપર દર વર્ષે પાણી ભરાય છે તેની અગાઉથી  ઓળખ કરવા અંગે પણ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં પણ ઇમર્જન્સી સહિતની સેવાઓદવાનો જથ્થો ,કંટ્રોલરૂમ સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.  આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશજિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન ,અધિક કલેકટર શ્રી એન. એફ. ચૌધરી ,પ્રાંત અધિકારીશ્રીઓ ,મામલતદાર શ્રીઓ ,તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

error: Content is protected !!