૬ એપ્રિલ પાર્ટી સ્થાપના દિવસને લઈ રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ફરી બેઠકોનો ધમધમાટ

0

રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે “૬, એપ્રિલ પાર્ટી સ્થાપના દિવસ” અંતર્ગતબેઠક યોજાઈ : કાર્યકરોમાં જાેવા મળતો અનેરો ઉત્સાહ

 

રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાના અધ્યક્ષ સ્થાને તેમજ રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલભાઈ દવે, જીલ્લા મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ કાર્યાલય “શ્રીકમલમ” ખાતે છઠ્ઠી એપ્રિલના રોજ “ભારતીય જનતા પાર્ટી”ના સ્થાપના દિનની ઉજવણી, શ્રી રામનવમીની ઉજવણી, ગાઉં/બસ્તી ચલો અભિયાન, સક્રિય સભ્ય સંમેલન, તારીખ ૧૪મી એપ્રિલના રોજ ભારતરત્ન ડો.ભીમરાવ આંબેડકરજીની જયંતી નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમો સહિત આવનાર દિવસોમાં યોજાનાર કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાએ આગામી કાર્યક્રમો વિષે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ૬ એપ્રિલ પાર્ટી સ્થાપના દિને ભાજપના તમામ કાર્યાલયોને શણગારવા, બુથ સુધીના કાર્યકર્તાઓ દ્વારા પોતાના નિવાસ સ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવવો, રામનવમી નિમિતે યોજાયેલ સરઘસ કે રેલીમાં જાેડાયેલા લોકોને છાસ, પાણી, શરબત વિતરણ કરવું. તા.૭-૮-૯ એપ્રિલના રોજ વિધાનસભા સ્તરે તમામ સક્રિય સભ્યોના સંમેલનનું આયોજન કરવું, તા.૧૦ થી ૧૨ એપ્રિલના રોજ પક્ષના અગ્રણી કાર્યકર્તાઓ “ગાવ/બસ્તી ચલો અભિયાન” અંતર્ગત ૮ કલાકમાટે ગામ તેમજ સેવા વસ્તીઓમાં પ્રવાસ કરશે. જે દરમ્યાન સ્વચ્છતા અભિયાન, લાભાર્થીઓ સાથે મુલાકાત, આંગણવાડી કેન્દ્ર, સરકારી શાળા, પશુ દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયત કચેરી અથવા અન્ય કોઇપણ સરકારી સંસ્થાની મુલાકાત કરી નિરીક્ષણ કરવું. વિસ્તારમાં નદીમ નાળા, કુવા, તળાવો જેવા વિવિધ જળાશયોની સફાઈ કરવી. ખાટલા બેઠકો યોજવી, સામાજીક અગ્રણીઓના નિવાસ સ્થાનની મુલાકાત લેવી. બુથ સમિતિની બેઠક કરવા જેવી વિવિધ પ્રવૃત્તિ કરશે. તા.૧૪ એપ્રિલના “ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરજીની જયંતી” નિમિત્તે પ્રતિમાની સાફ-સફાઈ કરી સામુહિક રીતે સંવિધાનની પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવશે. બેઠક દરમ્યાન જીલ્લાના તમામ મંડલના પ્રમુખો દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાનુ હારપહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બાદમાં નવનિયુક્તમંડલના પ્રમુખશ્રીઓનું ખેસ પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બેઠકનું સમગ્ર સંચાલન જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. આ બેઠકમાં જીલ્લા ભાજપના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, ૬ એપ્રિલ પાર્ટી સ્થાપના દિવસના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જઓ, મંડલના પ્રમુખ તેમજ મહામંત્રીઓ, જીલ્લા પંચાયતના સભ્યઓ, જીલ્લાના આઈ.ટી., સોશ્યલ મીડિયા અને મીડિયાના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જઓ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકીની યાદીમાં જણાવે છે.

error: Content is protected !!