જૂનાગઢમાં છ વર્ષની બાળકીને અડપલા કરનાર યુવાનની ધરપકડ

0

જૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ ૬ વર્ષની બાળકી સાથે અડપલા કર્યાની ફરિયાદ થતાં પોલીસે આરોપીની અટક કરી પુછતાછ હાથ ધરી હતી. બાળકીની માતાની ફરિયાદ અનુસાર શહેરમાં ઘાંચીપટ વિસ્તારના દિલાવરનગરની ગુલિસ્તાન સોસાયટીમાં રહેતો મુસ્તકીમ સરફરાજના ઘરે તેની માતા પાસે મહિલાની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની દીકરી ટ્યુશનમાં જતી હતી. ગઈ તારીખ ૬ એપ્રિલના રોજ બપોરે ટ્યુશન પૂરૂ થતાં બાળકી તેનું દફતર એક કરતી હતી અને બીજા છોકરા જતા રહ્યા હતા તે વખતે બાળકીની એકલતાનો લાભ લઇ મકાનના હોલનો દરવાજાે બંધ કરી મુસ્તકીમ બાળકીને રસોડામાં લઈ ગયો હતો અને અડપલા કર્યા હતા. ઘટના અંગે સોમવારે રાત્રે બાળકીની માતાએ ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પીઆઈ વી. જે. સાવજે ત્વરિત તપાસ આદરી આરોપીની મંગળવારે અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.

error: Content is protected !!