દ્વારકામાં આજે તા.૧૦ના રોજ યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજાેશમાં

0

દ્વારકા સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે યોજાશે ભવ્ય મલ્ટીમીડિયા શો

ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૦૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજાઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુન: ઉજાગર કરતા દ્વારકામાં તા.૧૦ એપ્રિલના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર મલ્ટીમીડિયા શો માં ઉત્તર પૂર્વ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે જેને લઈ દ્વારકા ખાતે તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે.

error: Content is protected !!