ઊના : પોસ્ટ ઓફિસના માર્કાવાળા થેલામાં લવાતો વિદેશી દારૂ ઝડપાયો

0

પોસ્ટ ઓફિસના માર્કા વાળા થેલા અને બોક્સમાં દીવથી લઇ ઊના લવાતો વિદેશી દારૂની બોટલો નંગ ૧૯ અને સ્કૂટર સાથે ઊનાના યુવાનને પકડી પાડતી ઊના પોલીસ, દીવ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીની મદદથી દારૂનો જથ્થો લાવેલનું કબુલતા તેની સામે પણ ગુનો દાખલ કર્યો હતો. દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા બૂટલેગરો નવા નવા કિમિયા કરે છે પરંતુ પોલીસ તેને પણ નિષ્ફળ બનાવે છે. મળતી વિગત મુજબ ઊના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. રાણાને બાતમી મળેલ કે દીવ ઊના તરફ મોટર સાયકલ ઉપર દારૂનો જથ્થો આવવાનો હોય સર્વેલન્સ સ્કવોડના ઇન્ચાર્જ પી.એસ.આઇ. આર.પી. જાદવને સૂચના આપતા એ.એસ.આઇ. જાેરૂભા મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ સોલંકી, નાનજીભાઈ ચારણીયા, વિજયભાઈ રામ, રવિસિંહ ગોહિલ સહિતના સ્ટાફ ઊના દેલવાડા રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે દીવ તરફથી આવતું એક્ટિવા મોટર સાયકલ નંબર જીજે-૩૨-બીબી-૭૨૬૨ને રોકવી ચાલક નયન ધીરજલાલ જેઠવા રે. ઊનાની તપાસ કરી તેની પાસે પોસ્ટ ઓફિસના માર્ક વાળા થેલામાં એક ખાખી પૂઠાના બોક્સમાં પોસ્ટ ઓફિસનું સ્ટીકર મારેલ બોક્સ ખોલતા તેમાં ઉપર પ્રાંતની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ જુદી જુદી બ્રાન્ડની નંગ ૧૯ રૂપિયા ૩૫૧૭ની કિંમતનો દારૂ અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૩૩૫૧૭નો મુદામાલ સાથે પકડી ઊના પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો દીવ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા મયુરભાઈ બેચરભાઈ ગોહિલની મદદથી દીવ પોસ્ટ ઓફિસના માર્ક વાળા થેલા અને બોક્સમાં દારૂ લાવતો હતો. પોલીસ તેમની સામે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

error: Content is protected !!