વિવિધ રોગોમાં હોમિયોપેથીની અસરકારકતા બેનમૂન : કેમ્પસ ડિરેકટર ડો. બી.પી. પંડા, કોલેજ હોમિયોપેથીક ક્ષેત્રે નિપુણ વ્યવસાયિકોને ઘડે છે : પ્રિન્સીપાલ ડો. હિતાર્થ મહેતા, હોસ્પિટલનો હેતુ ગુણવત્તાવાળી આરોગ્ય સેવા પહોંચાડવી : ડો. નિરવ ગણાત્રા
ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે, જીવનનગરના મહાદેવધામમાં સાંઈનાથ હોસ્પિટલ, હોમિયોપેથીક મેડિકલ કોલેજના તજજ્ઞ ડોકટર ટીમે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૩૩૦ દર્દીઓએ ભાગ લીધો હતો. તમામ દર્દીઓને વિનામૂલ્યે ૧૫ દિવસની દવા આપવામાં આવી હતી. નિદાન કેમ્પનું ઉદ્દઘાટન વડોદરા પારૂલ યુનિવર્સિટીના કેમ્પસ ડિરેકટર ડો. બી. પી. પંડા, રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિતાર્થ મહેતા, જાથાના જયંત પંડયા, ડો. નિરવ ગણાત્રાની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને પારૂલ યુનિવર્સિટી, વડોદરાના કેમ્પસ ડિરેકટર ડો. બી. પી. પંડાએ વિજ્ઞાન યાત્રા અને જીવનનગર વિકાસ સમિતિને સમાજના કલ્યાણ માટેના પ્રયાસો અને વિવિધ રોગોમાં હોમિયોપેથીની અસરકારકતા માટેના કાર્ય બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દર્દી જનની સેવા માટે સમર્પિત રહેતા આ સંગઠનોના યોગદાનની પ્રશંસા કરી હતી અને હોમિયોપેથી માટે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને અસરકારકતાની વાત મુકી નિયમિત દવા લેવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે જાથાના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી. રાજકોટ હોમિયોપેથીક મેડીકલ કોલેજના પ્રિન્સીપાલ ડો. હિતાર્થ મહેતાએ કોલેજ દ્વારા ચલાવાતી વિવિધ શૈક્ષણિક, કિલનિકલ અને સામાજિક પ્રવૃત્તિઓ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી. તેમણે કોલેજના હેતુ અને હોમિયોપેથીક ક્ષેત્રે નિપુણ વ્યાવસાયિકો ઘડવા માટેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી અને મહિલા મંડળના સુનિતાબેન વ્યાસનું સન્માન કર્યું હતું. સહાયક પ્રોફેસર ડો. નિરવ ગણાત્રાએ સાંઈનાથ હોમિયોપેથીક હોસ્પિટલ દ્વારા આયોજીત આરોગ્ય અને જાગૃતિ પ્રવૃત્તિઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે હોસ્પિટલ દ્વારા નિમ્નવર્ગીય લોકો સુધી ગુણવત્તાવાળી આરોગ્ય સેવા પહોંચાડવાના પ્રયત્નો અને સમાજના સર્વાંગી વિકાસ માટે હોમિયોપેથીના સમન્વિત અભિગમ અંગે વિગતવાર રજૂઆત કરી દર્દીઓને માહિતી આપી હતી. રૈયા રોડ વિસ્તારના વિવિધ રોગોના દર્દીઓને તપાસી વિનામૂલ્યે ૧૫ દિવસની દવા આપી હતી જેની સમિતિ સરાહના કરે છે. ડો.રીંકલ અધવરૂયુ,ડો. જીનેશ મહેતા,ડો.અભિષેક રાણા, ડો.અમન કુરેશી, ડો.વિશ્વા લીંબાસીયા,અને તાલીમ લેતા છાત્રાઓ મેડિકલ કેમ્પમાં હાજરી આપી હતી. જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ સર્વરોગ નિદાન કેમ્પ માટે રાજકોટ હોમિયોપેથીક કોલેજને અભિનંદન આપી સરાહના કરી હતી. આજે કેમ્પમાં ૩૩૦ જેટલા વિવિધ રોગોના દર્દીઓએ ભાગ લઈ સારવાર સંબંધી ઉપયોગી માહિતી મેળવી હતી. વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોએ દર્દીઓને તપાસી જરૂરી ટેસ્ટ અને દવા આપવામાં આવી હતી. જીવનનગર સમિતિ છેલ્લા ૪૨ વર્ષથી રહીશોના ઉત્કર્ષ માટે કામ કરે છે. આ વિસ્તારમાં સેવાકીય, સામાજિક, રાષ્ટ્રીય તેમજ લોકપ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નશીલ રહી રાજયમાં આગવું સ્થાન મેળવ્યું છે તે માટે મહિલા મંડળની વિશેષ કામગીરીની નોંધ આપવામાં આવી હતી. આ નિદાન કેમ્પમાં એસીડીટી, પેટના દર્દો, કોઢ-સફેદ ડાઘ, સ્ત્રી રોગો, માસિક અનિયમિત, કાયમી શરદી, દમ-વા, સંધીવા, કમરનો દુ:ખાવો, સાયટીકા, ગરદનનો દુ:ખાવો, હરસ, મસા, ચામડીના રોગો, કાન રસી આવવું, પથરી, મોં પર ખીલ, આંખને ફરતે કુંડાળા, કિડનીના સ્ટોન, સોરીયાસીસ, વાળ ખરવા જેવા રોગોની તજજ્ઞ ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી. હોમીયોપેથીક સારવારથી ઉત્તમ પરિણામ રાહત થાય તે સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાંઈનાથ હોમીયોપેથીક હોસ્પિટલની સેવાઓથી માહિતગાર કરવાની સાથે હોસ્પિટલની મુલાકાત માટે રહીશોએ જવાનું નક્કી કર્યું હતું. નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર, શિવપરા, ગાંધીગ્રામ વિસ્તાર, રૈયા રોડના રહીશોએ ભાગ લીધો હતો. મહાદેવધામના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ, પટ્ટાંગણમાં વિવિધ રોગોના દર્દીઓ માટે સુવ્યવસ્થા કરી રોગ સંબંધી ડોકટરો પાસે લઈ જઈ ઉપચાર સંબંધી તમામ વ્યવસ્થા કરી હતી. કેમ્પની તૈયારી જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ વિનુભાઈ ભટ્ટ, વિજયભાઈ જાેબનપુત્રા, અનંતભાઈ ગોહેલ, સંજય ધકાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પાર્થ ગોહેલ, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, ભક્તિબેન ખખ્ખર, ભારતીબેન રાવલ, યોગિતાબેન જાેબનપુત્રા, દક્ષાબેન પાઠક, કિર્તીબેન સહિત સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.