સોમનાથ સાનિધ્યે યોજાયું ઓઈ ઈન્ડિયા નેશનલ આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટીવલ

0

દિલ્હી નૃત્યાંજલી સંસ્થાના ઉપક્રમે સમગ્ર દેશના ર૦ રાજયોના રપ૦થી વધુ કલાકારોએ કલાના કામણ પાથર્યા

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ સાનિધ્યે રામ મંદિર ઓડીટેરીયમ ખાતે શ્રી સોમનાથ સમગ્ર ભારત રાષ્ટ્રીય કલા-સંસ્કૃતિ બે દિવસીય મહોત્સવ યોજાયો હતો. તા.૧ર અને ૧૩ એપ્રિલના રોજ યોજાયેલ આ મહોત્સવમાં ર૦થી વધુ જેટલા રાજયોના રપ૦થી વધુ આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. જેમાં ચાર વરસથી માંડી પ૬ વરસ સુધીના કલાકારોએ પોતાનું-સમુહનું સ્ટેજ પ્રર્ફોમન્સ રજુ કર્યું હતું. દિલ્હીની નૃત્યાંજલીએ સેન્ટર ઓફ ગ્લોબલ આર્ટ એન્ડ કલ્ચર અને ગીવીંગ હેન્ડસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં નૃત્ય, શાસ્ત્રીય-લોક નૃત્ય, સેમી કલાસીકલ, મોડલ ડાન્સ, ગાયન, વાદન, એક પાત્રીય અભિનય, વ્યક્તિગત-ગ્રુપ પ્રર્ફોમન્સ પ્રસ્તુત કરાયા હતા. દેશના અલગ-અલગ ભાગોમાં આવા ૬થી ૭ કાર્યક્રમો યોજાતા રહે છે. સંસ્થાના ડાયરેકટર ડો. સુમિતા દત્રારોય તથા સંદિપ રોય બંને પતિ-પત્ની છે કે જેઓનો હેતુ એક જ છે સમાજમાં જે નિર્ધન બાળકો પોતાની કળા પ્રોત્સાહન અને પૈસા વગર વિકસાવી શકતા નથી તેઓને કળા શીખવાડી પ્રોત્સાહીત કરી તેના કલાસ લઈ તેને મંચ આપી રાષ્ટ્રીય ફલકમાં લાવવા અને નવી પેઢી આપણી સંસ્કૃતિ ભૂલી ન જાય તે માટે તેને મંચ પુરો વીનામૂલ્યે તાલીમબધ્ધ કરી પુરો પાડીયે છીએ. દેશના અલગ-અલગ રાજયોમાં જેમ કે મથુરા, અયોધ્યા, દિલ્હી, કલકતા, ઉજ્જૈન, ઓરિસ્સા, બંગાળ સહિતમાં યોજી ચુકેલા છે. ગુજરાતમાં આ પ્રથમ કાર્યક્રમ છે અને ગંગા દસહરા દિવસે હરીદ્વારમાં યોજવાનું આયોજન છે.

error: Content is protected !!