દ્વારકા જગત મંદિર પરિસરમાં યાત્રિકો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હોય એવો વિડિયો સામે આવ્યો એક પછી એક વિવાદો ચાલુ જ રહે છે : ધ્વજાજી ચડાવવા આવેલ મનોરથી અને પોલીસ દ્વારા બબાલોથી યાત્રીકોનો રોષ ભભુકીયો : પોલીસ તંત્ર લાગતા વળગતાઓને વચ્ચેથી પ્રવેશ દેતા હોય તેને જાેઇ અન્ય ધ્વજાજી મનોરથી યાત્રિકો પહોચી જતા તેને જવા દેવામાં ન આવ્યા અને બબાલો થઈ : આ અંગ જિલ્લા એસપી અને મંદિર સુરક્ષા ડીવાયએસપી નો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નથી : દેવસ્થાન સમિતિ યાત્રિકોની વ્યવસ્થા જળવાઈ એ માટે રસ દાખવે છે પણ આર્કોલોજી વિભાગની આડોળાઈ
યાત્રાધામ દ્વારકામાં રવિવારે સવારે જગત મંદિર પરિસરમાં વહેલી સવારથી દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી. જગત મંદિર પરિસરમાં મંદિરે દર્શન કરવા જવા માટે પોલીસ તંત્ર દ્વારા લાગતા વળગતા ઓને વચ્ચેની રેલીગોમાંથી એન્ટ્રી આપતા ભાવિકોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો. તે સમયે જગત મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશની ધ્વજાજી ચડાવા આવેલ મનોરથી ભાવિકો ત્યાં પહોંચી જતા તેઓને એન્ટ્રી ન કરવા દેતા પોલીસો અને ભાવિકો વચ્ચે બબાલો થતી હોય તેવો વિડિયો સામે આવ્યો હતો. પોલીસ તંત્રની આવી બેધારી નીતી થી દુર દુરથી દ્વારકા દર્શન ને આવતા ભાવિકોમાં કચવાટ ફેલાયો છે. જગત મંદિર પરિસરમાં ભાવિકો અને પોલીસ વચ્ચે બબાલો થઈ હતી. તે અંગે જગત મંદિર સુરક્ષાના ઇન્ચાર્જ ડીવાયએસપી સાગર રાઠોડનો એકથી વધુ વખત ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરેલ ન હતો. તેમજ જિલ્લા એસપીને પણ આ બાબતે કોલ કરતા તેઓનો પણ એકથી વધુ વખત કોલ વ્યસ્ત આવતો હતો. દ્વારકાના જગત મંદિર દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય જગત મંદિરે યાત્રિકોને દર્શન માટેની અવ્યવસ્થા હોય ત્યારે યાત્રિકોમાં પણ કચવાટ તંત્ર સામે ફેલાયો છે. જાણવા મળતી વિગત મુજબ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા યાત્રિકોને દર્શન આરામથી કરી શકે તે માટે સારી વ્યવસ્થા ઉભી કરવા માંગે છે. અને પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ આર્કોલોજી વિભાગ દ્વારા મંદિર અંદર રેલીગો સ્ટ્રક્ચર જેવી વ્યવસ્થા ઉભી કરવા દેવામા આવતી નથી આડોડાઇ કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જગત મંદિરે દિવસેને દિવસે ભાવિક ભક્તોનો પ્રવાહ વધતો જાય છે. જેને ધ્યાને લઈ જગત મંદિરે આવનાર ભક્તોને શાંતિપૂર્ણ આરામથી દર્શન થાય તે વ્યવસ્થા કરવી જરૂરી બની છે. ઉલ્લેખિયન જેકે હજુ દ્વારકાધીશ જગત મંદિરમાં બનાવેલ રિલ્સો વાયરલ થઇ તેનું હજુ જે કોઈ પરિણામ સામે આવ્યો નથી. તો પોલીસ અને યાત્રિકો વચ્ચેની બબાલોનો વિડીયો સામે આવ્યો હતો.