બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અહીંના બુદ્ધ યુવક મંડળ દ્વારા ગઈકાલે સોમવારે સવારે મહારેલી યોજાઇ હતી. આ રેલી આંબેડકર ચોકથી શરૂ થઈ અને ચાંદાણી મસ્જિદ, નગર ગેઈટ, જાેધપુર ગેઈટ ચોક ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પહાર કરી અને ત્યારબાદ સલાયા રોડ થઈ અને ચાર રસ્તા પાસે પહોંચી હતી. જ્યાં બાબા સાહેબ આંબેડકર ચોકમાં બાબા સાહેબને સૂતરની આંટી પહેરાવીને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોવિંદ સોલંકી, રાકેશ રાઠોડ, કિરણ પરમાર, કિશોર વાઘેલા, હરેશ મકવાણા, મનોજ ચાવડા, આલા કટારીયા સહિત બુધ્ધ યુવક મંડળ અને યુવા ગ્રુપના કાર્યકરો જાેડાયા હતા.