
ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની દ્વારકા શહેરમાં બાબા સાહેબની પ્રતિકૃતિ સાથેની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દ્વારકામાં ભદ્રકાલી ચોક પાસે આવેલ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે પહોંચી બાબા સાહેબને ફુલહાર પહેરાવી તેમનો જયઘોષ કરવામાં આવ્યો હતો.