
ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ઉના શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન આંબેડકર યુવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠંડાપીણાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિહિપ પરિવાર દ્વારા બાબા સાહેબની મૂર્તિને ફૂલોના હાર પહેરાવી પૂજા કરી હતી.