રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા ભારત રત્ન ડો. બી.આર. આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી

0


પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા ભારત રત્ન ડો. બી.આર. આંબેડકા્ની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી રાજકોટમાં આવેલ ઓફિસર્સ ક્લબના પરિસરમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબેએ કરી હતી. એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર ચૌબેએ ડો. આંબેડકરના ચિત્રને માળા પહેરાવીને અને દીપ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે બોલતા, શ્રી ચૌબેએ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બંધારણને ઘડવામાં તેમના અપ્રતિમ યોગદાનને યાદ કર્યું. આ પ્રસંગે રાજકોટ ડિવિઝન દ્વારા રેલ્વે કર્મચારીઓ માટે ‘ડો. બી.આર. આંબેડકર : ભારતમાં સામાજિક ન્યાયના શિલ્પી‘ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર ચૌબે દ્વારા ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર એ.યુ. સોલંકી, વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલવે અધિકારીઓ, ટ્રેડ યુનિયનો, જીઝ્ર/જી્ અને ર્ંમ્ઝ્ર સંગઠનોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બાબા સાહેબના વિચારો ઉપર વિચાર-મંથન કર્યું હતું.

error: Content is protected !!