પોક્સોના ગુનાનો પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલો આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો

0


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા પોકસોના ગુનામાં ઝડપાયેલા અને ત્યાર બાદ સજા પામી જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા આરંભડાના શખ્સને એસ.ઓ.જી. પોલીસે લીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે એક સગીરાના અપહરણ સંદર્ભેનો ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા મહિપતભા ઉર્ફે કાયડી રણમલભા કરમણભા કેર નામના ૨૯ વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઇ, આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી બાદ ઉપરોક્ત શખ્સને નામદાર અદાલતે સજા ફટકારી હતી. જેથી તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ગત તારીખ ૨૫ માર્ચ ૨૦૨૫ ના રોજ ઉપરોક્ત આરોપીએ સાત દિવસની પેરોલ રજા પરથી છૂટ્યા બાદ તારીખ ૨ એપ્રિલના રોજ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ તે જેલ ખાતે હાજર ન થતા આ પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સિંગરખિયાના માર્ગદર્શન એસ.ઓ.જી. ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને જગદીશભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા નજીક આવેલી પાયલ હોટલ પાસે એક નાસ્તાની રેંકડીમાં નાસ્તો કરી રહેલા ઉપરોક્ત આરોપી મહિપતભા ઉર્ફે કાયડી કેરને પોલીસે ઝડપી લઇ અને તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.

error: Content is protected !!