દ્વારકાના અંખડ હરીનામ સંકીર્તન મંદિર (રામધૂન) ખાતે નામનિષ્ઠ સંત પૂ.શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પપ-મી પુણ્યતિથિ મહોત્સવ ચૈત્ર શુક્રવાર તા.૧૮-૪-૨૦૨પ ના રોજ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાશે. પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત સવારે ૮-૩૦ કલાકે સમુદ્ર પૂજન, સવારે ૧૦.૩૦ કલાકે અભિષક પૂજન, બપોરે ૧ર-૦૦ કલાકે ઉત્સવ આરતી, બપોરે ૧૨-૩૦ કલાકે ગુરૂપ્રસાદી ગુગ્ગુળી બ્રાહમણ બ્રહમપુરી નં.(૧) ખાતે રાખેલ છે. આ ઉપરાંત સાંજે ૬-૩૦ કલાકે બ્રહમલીન સમય આરતી બાદ શોભાયાત્રા સંકીર્તન મંદિરથી નીકળીને નગરભ્રમણ કરશે તેવું અખંડ હરીનામ સંકીર્તન મંદિર ટ્રસ્ટ, દ્વારકાની યાદીમાં જણાવાયું છે.