જૂનાગઢ જીલ્લાની ર૦ર૩-ર૪ની સર્વશ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત શાળા શ્રી પી.ડી. શાહ શાળા સંકુલ દિવરાણાના સંચાલક ચેતનભાઈ પંડયાને દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા વતનનું રતન-ર૦રપના એવોર્ડથી સન્માનીત કરતા સમગ્ર પંથકમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ઘેડના છેવાડાના માનવીની શૈક્ષણીક, સામાજીક, આર્થિક રીતે સેવાકીય પ્રવૃતિઓ દ્વારા નામના મેળવનાર ચેતનભાઈ પંડયા અનેરૂ વ્યક્તિત્વ ધરાવનાર શિક્ષણવિદ છે. નવતર અભિગમ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરતા આજે સમગ્ર પંથકમાં પી.ડી. શાહ શાળા સંકુલનું નામ અવ્વલ નંબરનું ગણાય છે. સમાજના જરૂરીયાતમંદ માણસોની વ્હારે રહેનાર ચેતનભાઈની દવાખાનાઓમાં પણ અવિરત સેવાઓ રહેલી છે. સમાજના આવા અમુલ્ય રતનને અભિવાદીત કરતા સમગ્ર પંથક ગૌરવની લાગણી અનુભવે છે. અનેક સામાજીક તથા શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા સન્માનીત થનાર ચેતનભાઈ પંડયાની સેવાઓ અવિરતપણે સમાજને મળતી રહે. યોગેશ્વર કેળવણી મંડળ પણ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી આભાર વ્યકત કરે છે.