બોરવાવ ગામની ગૌશાળાની ગાયને કંબોઈથી પીડાતી હતી, એટલે અમારી ટીમને જણાવેલ, જેથી તારીખ ૧૮-૦૪-૨૦૨૫ના રોજ દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાના બોરવાવ તથા ધાવાના કર્મચારી ડો. વિશાલ ડોડીયા, ડો. મેહુલ ચાવડા અને પાયલોટ વિપુલ ઝાલા, કમલેશ ચાવડા દ્વારા સર્જરી કરી, યોગ્ય સારવાર આપી ગાયને પીડા મુકત કરી હતી. બોરવાવ એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરી અબોલ પશુનું દર્દ દૂર કરી, જીવ બચાવવામાં આવ્યો હતો. ગીર-સોમનાથ પ્રોગ્રામ મેનેજર ડ્ઢિ. ય્ેિેટ્ઠિદ્ઘ અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સુનીલ લીંબાણીએ બોરવાવ/ધાવા ટીમની સરાહના કરી હતી. ગુજરાતમાં સેવા ખૂબ બહોળા પ્રમાણમાં પશુ-પક્ષીઓને સેવા પૂરી પાડી રહી છે. ગૌશાળા દ્વારા સેવા અને ડોકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)