ગુજરાત રાજ્યમાં શ્રી આજોઠા સીમ શાળાના બે વિદ્યાર્થીઓ ટોપ ૧૩માં સમાવેશ

0

વર્ષ ૨૦૨૫માં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત એન.એમ.એમ.એસ. પરીક્ષામાં શ્રી આજોઠા સીમ પ્રાથમિક શાળાનું સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને ગૌરવ અપાવતું પરિણામ આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એનએમએમએસ પરીક્ષામાં જનરલ કેટેગરીમાં કુલ ૧૪૭૯૯૩ બાળકો પાસ થયા છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની કુલ ૧૨ શાળાઓમાંથી ૧૩ વિદ્યાર્થીઓ ૯૦% ઉપર આવેલ છે. જેમાં શ્રી આજોઠા સીમ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઆનો સમાવેશ થાય છે, કામળીયા પ્રદીપ સરમણભાઇ ૧૬૭ ગુણ અને બારડ નિરાલી માલદેભાઈ ૧૬૩ ગુણ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ટોપ ૧૩માં સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ જિલ્લાનું ગૌરવ વધારે છે.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!