પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો. આ કેમ્પના દાતા શ્રી સુંદરજીબાપા ગોહિલ થરેલી તથા શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડો.અલકેશભાઈ તથા મટાણાના પાધેશ્વરી આશ્રમના મહંત ઉપવાસી કરસનદાસ બાપુ ડો.ભગીરથસિહ રાઠોડ સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમાએ કેમ્પને ઉદ્બબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે ૧૧ ગાયત્રી મહામંત્ર, પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરેલ ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુતિર્ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવનનો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું. કેમ્પના દાતાશ્રી સુદરજીબાપા તથા તેમના પરિવારનું સન્માન પરમ પૂજ્ય ગુરૂદેવના દેવસ્થાપન ફોટો તથા ગુરૂદેવના સાહિત્ય વડે પાધેશ્વરી આશ્રમ મટાણા ઉપવાસી મહંત કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ડો.અલકેશભાઈએ કુલ ૧૫૦ દર્દીઓને તપાસી જેમાંથી ૫૪ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં ડો.ભગીરથસિહએ ૭૦થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા ડાયાબિટીસના દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ પણ કરી આપેલ હતા તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચીએ ૩૦ દર્દીને હાથ પગ સાંધાના દુ:ખાવાના મસાજ કરેલ તથા દાતા તરફથી સૌના માટે ચા-પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી(બોસન) તથા નાથાભાઇ સોલંકી(થરેલી રાહુલભાઈ રાઠોડ તથા પપ્પુભાઈ તથા જેઠાભાઈ રાઠોડ બોસન તથા વજુભાઈ ગોહિલ તથા નરસિંહભાઈ વાઢેર છગિયા શોભનાબેન પ્રાચી, સોનીબેન ગોરખમઢી તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ-બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.