નોબલ યુનિવસિર્ટી, જૂનાગઢમાં મેગા જોબ ફેરનું આયોજન

0

આગામી તા.૨૬ એપ્રિલ, ૨૦૨૫, શનિવારના રોજ જૂનાગઢની ભેસાણ રોડ સ્થિત નોબલ યુનિવસિર્ટી દ્વારા એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ જોબ ફેરમાં ૫૦થી વધુ કંપનીઓ ભાગ લેશે અને પસંદગી પામેલ વિદ્યાર્થીઓને તત્કાલ જોબ ઓફર આપવામાં આવશે. ગુજરાતની નામાંકિત કંપનીઓ જેવી કે બેન્કિંગ સેક્ટર, આઈ. ટી., ફાર્માસ્યુટિકલ, મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, જેવા સેક્ટરની કંપનીઓ આ જોબ ફેરમાં ભાગ લેશે. આ દરેક કંપનીઓના મેનેજર/ ૐઇ નોબલ યુનિવસિર્ટી ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરશે. આ જોબ ફેરમાં વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ જોબ ઓફર આપવામાં આવશે. જે વિદ્યાર્થી પોતાની ડ્રીમ જોબ મેળવવા ઇચ્છતા હોય, તેઓએ આ જોબ ફેરમાં ચોક્કસ ભાગ લેવો જોઈએ. અહીં કોઈ પણ કોલેજના, કોઈ પણ કોર્ષના છેલ્લા વર્ષના વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ કોઈ પણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજયુએટ થયેલ ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ જોબમાં ફ્રી રજીસ્ટ્રેશન કરાવવા માટે નોબલ યુનિવસિર્ટીની વેબસાઇટ ઉપર લોગ ઇન કરવા માટે જણાવવામાં આવે છે. આ મેગા જોબ ફેરના સફળ આયોજન બદલ નોબલ યુનિવસિર્ટીના પ્રમુખ નીલેશ ધૂલેશિયા દ્વારા શુભેચ્છા પાઠવેલ છે. જે સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડો. જય તલાટીની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!