રીક્ષાચાલકો દ્વારા દ્વારકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવાયું
યાત્રાધામ દ્વારકામાં સી.એન.જી. પંપ ઉપલબ્ધ ન હોય જેના કારણે સી.એન.જી. રીક્ષા ચાલકો તેમજ અન્ય ગેસ આધારિત વાહનોને ગેસ ફીલીંગ કરવા માટે આશરે ૩૦ કિમી દૂર કુરંગા સુધી ધકકો ખાવો પડતો હોય દ્વારકાના સી.એન.જી. રીક્ષાચાલકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે. જેઓની રજૂઆતમાં જણાવ્યાનુસાર દ્વારકા આસપાસ સીએનજી પંપના અભાવે ગેસ ભરાવવા માટે દ્વારકાથી આશરે ૩૦ કિમી દૂર કુરંગા ગામ ખાતે આવેલ સીએનજી પંપ ઉપર જવું પડે છે જ્યાં પણ લાંબી કતારો હોય જેના કારણે એકથી દોઢ કલાક સુધી વારો આવતો નથી. જેના કારણે શાળાના બાળકોના આવન-જાવનમાં રોકાયેલી હોય બિનજરૂરી સમયનો વ્યય થતો હોય જેના કારણે બમણો આર્થિક માર લાગતો હોય દ્વારકામાં સીએનજી સ્ટેશન ખોલવા અથવા તો કુરંગા સીએનજી સ્ટેશન ઉપર રીક્ષાચાલકો માટે અલાયદી લાઈનની વ્યવસ્થા કરાવી આપવા રજૂઆત કરવામાં આવી છે.