અમેરીકાએ સતત છઠ્ઠી રાત્રે ઈરાન પર મિસાઈલમારો કર્યો
તેહરાન તા.17
અમેરિકાએ સતત છઠ્ઠી રાત ઈરાન પર મોટા પાયે એરસ્ટ્રાઈક કરી હતી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે ફાઈટર જેટ, ડ્રોન અને યુદ્ધ જહાજોથી ઈરાનના ઘણા સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો.
આ દરમિયાન ભારતના રોકાણવાળા ચાબહાર પોર્ટ પર પણ મિસાઈલ હુમલો થયો. ઈરાની સમાચાર એજન્સી મેહર અનુસાર, પોર્ટના મેરીટાઇમ કંટ્રોલ ટાવરને નિશાન બનાવવામાં આવ્યું. છેલ્લા એક અઠવાડિયામાં આ ટાવર પર આ ત્રીજો હુમલો છે.
CENTCOMએ કહ્યું કે હુમલાઓમાં દરિયાકાંઠાના સર્વેલન્સ સેન્ટર, એર ડિફેન્સ સિસ્ટમ, સૈન્ય લોજિસ્ટિક્સ અને દરિયાઈ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા.
ઈરાની સાંસદ બેહનામ સઈદીએ અમેરિકાને ધમકી આપતા કહ્યું કે જો અમેરિકાએ ઈરાન પર જમીની હુમલો કર્યો, તો અમેરિકી સૈનિકોની કત્લેઆમ કરી દેવામાં આવશે. ઈરાને યમનના હુતી વિદ્રોહીઓને કહ્યું છે કે જો અમેરિકા ઈરાનના વીજળી માળખા પર હુમલો કરે તો તેઓ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ બંધ કરવા માટે તૈયાર રહે.


