રી-નીટનું પરિણામ જાહેર : 11.21 લાખ વિદ્યાર્થીઓ પાસ : હવે મેડીકલ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
(એજન્સી) નવી દિલ્હી તા.17 :
લાંબા વિવાદ અને પેપર લીક અને ફરી વખત લેવાયેલી મેડીકલ કોલેજોમાં એમબીબીએસ પ્રવેશ માટેની પરિક્ષા ‘નીટ‘નું પરિણામ જાહેર થયુ છે. તબીબી શાખામાં એમબીબીએસ-બીડીએસ નવા ‘આયુષ‘માં પ્રવેશ માટે દેશભરમાંથી 22 લાખ વધુ વિદ્યાર્થીઓએ રી-નીટ આપી હતી.
જેમાં 11.21 લાખ એડમીશન માટે કવોલીફાય (પાત્ર) બન્યા છે અને હવે મેરિટના આધારે એડમીશન પ્રક્રિયા શરૂ થશે. તમામ પરીક્ષાર્થીઓ તેના સ્કોર-કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. જેમાં દેશમાં પંજાબના આર્યન ગુપ્તા તથા હરિયાણાના પ્રશુલ બંસલે 720માંથી 715 માર્કસ મેળવી ટોપ કયું છે.
19 વિદ્યાર્થીઓએ 700 કે તેથી ઉપર 138 એ 690 થી 700 માર્કસ મેળવે છે. જયારે ટોપ 138માં 93 ટકા એ પ્રથમ પ્રયાસમાં જ ‘નીટ‘ પસાર કરી છે. જેમાં મોટાભાગના 17 થી 19 વર્ષના છે તથા હવે જેઓ પ્રવેશ માટે પાત્ર થયા છે. તેઓ એમબીબીએસ સહિતના પ્રવેશ માટે કાઉન્સેલીંગમાં જોડાઈ શકશે. હવે એક અંદાજ મુજબ જનરલ તથા ઈકોનોમીક બેકવર્ડ કેટેગરીના વિદ્યાર્થી માટે કટ ઓફ માર્ક 550 થી 650 માર્કસ ઓબીસીમાં 545 થી 615 માર્કસ શેડયુલ કાસ્ટ 420 થી 550 માર્કસ તથા શેડયુલ ટ્રાઈબ માટે 400 થી 520 માર્કસનું રહે તેવી સંભાવના છે. આ અંદાજ એલન ઈન્સ્ટીટયુટે આપ્યો છે. કુલ સરકારી-ખાનગી સહિત 823 મેડીકલ કોલેજોમાં 136939 બેઠકોમાં એડમીશન થશે.


