તિરૂપતિ બાલાજી મંદિરને 24 કલાકમાં રૂા.96.98 કરોડનું રેકોર્ડ દાન મળ્યું

તિરૂપતિ બાલાજી મંદિરને 24 કલાકમાં રૂા.96.98 કરોડનું રેકોર્ડ દાન મળ્યું

તિરૂપતિ તા.17: 
આંધ્રપ્રદેશના તિરુમલા સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ બાલાજી)માં મંગળવારે એવી ધામિર્ક ઉત્સાહની લહેર આવી કે માત્ર 24 કલાકમાં મંદિરને 96.98 કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન મળ્યું.
પહેલી નજરે લાગે છે કે આ તો ભક્તોની અપાર શ્રદ્ધાનું પરિણામ હશે, પણ વાત થોડી જુદી છે. આ પાછળનું મુખ્ય કારણ છે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની નવી ડોનર પોલિસી, જે 15 જુલાઈની મધરાતથી અમલમાં આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર, મંગળવારે કુલ 2460 દાતાઓએ મંદિરમાં દાન આપ્યું. જેમાં 1212 શ્રદ્ધાળુઓએ 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીનું દાન આપ્યું, જ્યારે 1,246 લોકોએ 10 લાખથી 25 લાખ રૂપિયા સુધીનું યોગદાન આપ્યું. આ ઉપરાંત બે શ્રદ્ધાળુઓએ એક-એક કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં દાનદાતાઓના આવવાથી મંદિર વહીવટી તંત્રને પણ રેકોર્ડ આવક થઈ.