વડાપ્રધાન મોદીએ દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનને લીલીઝંડી આપી
(એજન્સી) જીંદ તા.17
જીંદ અને સોનીપત વચ્ચે દોડનારી હાઇડ્રોજન ટ્રેન 89 કિલોમીટરની મુસાફરી લગભગ બે કલાકમાં પૂર્ણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત જશે. તે સાથે જ હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતી ટ્રેન શરૂ કરનાર ભારત વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. આ પહેલા જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનમાં જ હાઇડ્રોજન ટ્રેનો ચાલી રહી છે. આ રૂટ પર 89 કિમીનું અંતર 2 કલાકમાં કપાશે. 10 કોચવાળી આ ટ્રેન આ રૂટ પર 14 સ્ટેશનો વચ્ચે મહત્તમ 75 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. ભાડું 5 થી 25 રૂપિયાની વચ્ચે હશે. આ સાથે જ હાઇડ્રોજન ફ્યુઅલથી ટ્રેન શરૂ કરનાર ભારત દુનિયાનો પાંચમો દેશ બની ગયો છે. હાલમાં જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનમાં જ હાઇડ્રોજન ટ્રેન ચાલે છે.


