ઉનાનાં દેલવાડા ગામે નદીના પુલ નીચે જુગાર રમતા ત્રણ ઝડપાયા

ઉનાનાં દેલવાડા ગામે નદીના પુલ નીચે જુગાર રમતા ત્રણ ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા)  ઉના, તા.17 
ઉના તાલુકામાં ભીમ અગીયારસ પછી જાણે જુગાર રમવાની મોસમ શરૂ થઈ હોય પણ ઉના પોલીસ દ્વારા જુગારીઓને રંગમાં ભંગ પાડતા હોય તેમ ઉનાના પોલીસ ઇન્સ્પેકટર જે કે. મોરીની સૂચનાથી એ.એસ.આઇ. ધર્મેન્દ્ર માનસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ નારણભાઇ છેલણા, સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા સ્ટાફ સાથે દેલવાડા ગામે અંજાર જાપે નદીના પુલ નીચે જુગાર રમતા અલ્પેશ ઉર્ફે અપ્પુ મોહન સોલંકી, પંકજ પુનાભાઈ બાંભણિયા, રાહુલ ભૂપત સોલંકી રે. તમામ દેલવાડ વાળાને રોકડા રૂપિયા 14100 અને જુગારનું સાહિત્ય સાથે પકડી ઊના પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.