ઉનાનાં લેરકા ગામે રેશનિંગમાં આપવામાં આવતો ઘઉં અને ચોખાનો જથ્થો પકડાયો

ઉનાનાં લેરકા ગામે રેશનિંગમાં આપવામાં આવતો ઘઉં અને ચોખાનો જથ્થો પકડાયો

(પ્રતિનિધિ દ્વારા)  ઉના, તા.17
ઉના મામલતદાર ભીમાણીને બાતમી મળી હતી કે, ઉના તાલુકાના લેરકા ગામે કોઈ શખ્સ ગામમાં સરકારી અનાજના લાભાર્થી પાસેથી અનાજનો જથ્થો ખરીદ કરતો હોય તેથી નાયબ મામલતદાર હિરેનભાઈ મકવાણા સ્ટાફ સાથે લેરકા ગામે પહોચતા એક શખ્સ સુત્રાપાડા તાલુકાના સિદસર ગામનો અલ્વી મોઇન મહમદહુશેન છકડા રિક્ષામાં ઘઉં અને ચોખાના બાચકા ભરેલ મળી આવતા વજન કરતા 120 કિલો ઘઉ અને ચોખા કિલો 200 વજન કાટો અને છકડો રિક્ષા મળી કુલ રૂપિયા 79600ના મુદામાલ સાથે પકડી ઉના મામલતદાર કચેરી લાવી કાર્યવાહી કરી હતી. રેશનિંગનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.